Connect Gujarat
શિક્ષણ

સુરત: વિદ્યાર્થીઓનો ડંકો, સમગ્ર રાજ્યમાં એ-1 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થી

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર, એ-1 ગ્રેડમાં સુરતના સૌથી વધુ વિદ્યાર્થી.

X

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડયો છે. સમગ્ર રાજ્યમાં એ-1 ગ્રેડમાં સુરતના સૌથી વધુ વિદ્યાર્થી નોધાયા છે.

શિક્ષણ વિભાગે મંગળવારે મોડી રાત્રે ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું છે. સતત પાંચમાં વર્ષે સુરત રાજ્યમાં અવ્વલ રહેવાની સાથે ડંકો વગાડ્યો છે. રાજ્યના એ-1 ગ્રેડના 17186 વિદ્યાર્થીમાંથી સૌથી વધારે 2991 વિદ્યાર્થી સુરતના છે. આ સ્થિતિને પગલે ધો-11માં સાયન્સ અને ડિપ્લોમા કોલેજમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધી જશે. એ સાથે જ એ-2થી સી-2 ગ્રેડ મેળવનારા રાજ્યમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ પણ સુરતના જ છે.

નિષ્ણાતોના મતે ધોરણ-11 સામાન્ય પ્રવાહની સાથે આઇટીઆઇ કોલેજોમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધી જશે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં રાજ્યના 1671 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ અને 23,754 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ લાવ્યા હતા તેમજ સુરતના 350 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ અને 4,585 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ મળ્યો હતો.

Next Story