ભરૂચ:આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષા દરમ્યાન CCTV કેમેરા બંધ રાખવા આશ્ચર્યજનક પરિપત્ર !

ભરૂચ જિલ્લામાં કુલ 11 કેન્દ્રો પર 101 બ્લોકનું આયોજન કરવામાં આવશે. જેમાં 2,417 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે 11 થી 1 વાગ્યા સુધીનો રહેશે

New Update
  • આવતીકાલે ભરૂચ જિલ્લામાં યોજાશે GPSCની પરીક્ષા

  • 11 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન

  • પરીક્ષા પૂર્વે તંત્રનો આશ્ચર્યજનક પરિપત્ર

  • પરીક્ષાખંડના સીસીટીવી કેમેરા બંધ રાખવા આદેશ

  • GPSCના ચેરમેન હસમુખ પટેલનો ગજબનો તર્ક

ભરૂચ જિલ્લામાં આવતીકાલે 11 કેન્દ્ર પર જીપીએસસીની પરીક્ષા યોજાશે જોકે આ પરીક્ષા દરમિયાન પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરાને ઢાંકી દેવા આશ્ચર્યજનક પરિપત્ર કરવામાં આવ્યો છેમઆયોગના પરિપત્રને ટાંકીને ભરૂચ કલેકટર કચેરી દ્વારા તમામ સેન્ટરના સંચાલકોને સીસીટીવી કેમેરા DVR બંધ કરી કેમેરા ઢાંકી દેવા જણાવવામાં આવ્યું છે
ભરૂચ જિલ્લામાં આગામી 22 ડિસેમ્બરે જીપીએસસીની પરીક્ષા યોજાવા જઇ રહી છે.ભરૂચ જિલ્લામાં કુલ 11 કેન્દ્રો પર 101 બ્લોકનું આયોજન કરવામાં આવશે. જેમાં 2,417 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે 11 થી 1 વાગ્યા સુધીનો રહેશે જોકે પરીક્ષા અંગે ભરૂચ કલેકટર કચેરીનો એક ચોંકાવનારો પરિપત્ર બહાર આવ્યો છે.
આ પરિપત્રમાં પરીક્ષા ખંડમાં લગાવેલ સીસીટીવી કેમેરા રૂમાલથી ઢાંકી દેવા અને કેમેરાનું ડીવીઆર બંધ કરી દેવા જે તે સેન્ટરના સંચાલકોને સૂચના આપવામાં આવી છે.અગાઉની પરીક્ષાઓમાં પરીક્ષાના આગલા દિવસે શાળા છૂટ્યા બાદથી પરીક્ષા પૂર્ણ થવા સુધીનું સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જમા કરાવવાનો નિયમ હતો પરંતુ આ વખતે આ નિયમ જ કાઢી નાંખવામાં આવ્યો છે.
નવા પરિપત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રાથમિક કસોટીમાં આયોગ દ્વારા HD કેમેરા ધરાવતી શાળામાં HD કેમેરા પરીક્ષા દરમિયાન બંધ રાખવા આદેશ કરાયો છે.શનિવારના રોજ શાળાની આયોગના પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત લઈ શૈક્ષણિક સમય પૂર્ણ થયા બાદ HD કેમેરાનું DVR બંધ કરીને HD કેમેરાને કવરથી ઢાંકવાનું રહેશે અને તેનો અહેવાલ કલેકટર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવાનો રહેશે.
સામાન્યત: આ પ્રકારની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા ફરજિયાત હોય છે પરંતુ આ વખતે યોજાનારી પરીક્ષામાં આ કેમેરા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે ત્યારે આ અંગે અનેક ગુજરાત દ્વારા ગાંધીનગર કક્ષાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હાલ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ છે અને તેઓ એક સક્ષમ પોલીસ અધિકારી રહી ચૂક્યા છે ત્યારે પરીક્ષા ખંડમાં લગાવવામાં આવેલા એચ.ડી. ક્વોલિટીના સીસીટીવી કેમેરાને ઝૂમ કરીને તેમાંથી પ્રશ્નપત્રને વાંચી શકાય છે. આ પ્રશ્નપત્ર વાંચ્યા બાદ બહાર તે લીક થઈ શકે એવી સંભાવનાને જોતા આ આશ્ચર્યજનક પરંતુ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે.
Read the Next Article

ભરૂચ: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરાયા

શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે.

New Update
RS Dalal Highschool
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે. આ તમામ ઉમેદવારોને આજરોજ  આર.એસ દલાલ હાઈસ્કૂલ, ભરૂચ ખાતે  શિક્ષણાધિકારી સ્વાતિબા કે. રાઓલ તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિના સભ્ય પ્રવિણસિંહ રણાના વરદ હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા.સાથે સાથે તેઓ શિક્ષણ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી