આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂણ થઈ છે. રાજ્યનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ હતી. ઉમેદવારોની અંગજડતી કરીને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. હોલ ટિકિટ, ઓળખકાર્ડ, પેન સિવાયની વસ્તુઓ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ બૂટ-ચપ્પલ પણ બહાર ઉતારવામાં આવ્યા હતા.
પરીક્ષાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા માટે આવ્યા ત્યારે તેઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેમાં કડક ચેકિંગ કરી અને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જમાલપુરની એફડી હાઇસ્કૂલમાં જે પણ ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા. તેમા જે ઉમેદવારોએ શૂઝ પહેર્યા હતા તેઓને શૂઝ અને મોજા પોલીસે કઢાવ્યા હતા અને ત્યારબાદ ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.