રાજયમાં તલાટીની પરીક્ષા યોજાય, પોલીસે ઉમેદવારોનું કર્યું કડક ચેકિંગ

3,437 પદ માટે યોજાનાર આ તલાટી પરીક્ષામાં 2, 694 કેન્દ્ર પર 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

New Update
રાજયમાં તલાટીની પરીક્ષા યોજાય, પોલીસે ઉમેદવારોનું કર્યું કડક ચેકિંગ

સમગ્ર રાજયમાં આજરોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તલાટીની પરીક્ષા યોજાય હતી જેમાં 8 લાખથી વધુ પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી રાજ્યભરમાં આજે તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વિગતો મુજબ 3,437 પદ માટે યોજાનાર આ તલાટી પરીક્ષામાં 2, 694 કેન્દ્ર પર 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.બપોરે સાડા 12થી 1:30 વાગ્યા સુધી યોજાયેલ આ પરીક્ષામાં તમામ કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરવામાં આવી હતી.

આ સાથે પરીક્ષામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.ગેરરીતિ કરનારા સામે નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે, 17 લાખ ઉમેદવારોએ તલાટીની પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું જે બાદ 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષાનું કન્ફર્મેશન આપ્યું હતું ત્યારે આજે ઉમેદવારોએ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. 

Latest Stories