ગીર સોમનાથ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.નો 17મો પદવીદાન સમારોહ યોજાયો...

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 17માં પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં 766 ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા

author-image
By Connect Gujarat Desk
New Update
  • શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી-વેરાવળ ખાતે આયોજન

  • શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ

  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતી

  • 766 વિદ્યાર્થીને ડિગ્રી-પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા

  • સંસ્કૃતિને જાણવવા સંસ્કૃત ભાષા શીખવી પડશે : રાજ્યપાલ

Advertisment

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 17માં પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતની એકમાત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે યોજાયો હતો.રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ગુજરાતના સંસ્કૃત વિદ્વાન ડૉ. વસંત પરીખને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2025 પુરસ્કાર અને શોધાર્થી નિકુલ શાન્તિલાલ શીલુને શોધવિભૂષણમ્’ પુરસ્કાર-2025 એનાયત કરવામાં આવ્યો હતો.

આ દિક્ષાંત સમારોહમાં 340 BA શાસ્ત્રી195 MA આચાર્ય169 PGDCA, 52 B.ed શિક્ષાશાસ્ત્રી અને 10 PhD અને 23 સુવર્ણ પદક અને 04 રજત પદક મળી કુલ 27 જેટલા પદકો સાથે કુલ 766 ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું હતું કેજો ભારતીય સંસ્કૃતિને જાણવી હશેતો સંસ્કૃત ભાષા શીખવી જ પડશે. ભારતીય જ્ઞાન-પરંપરાના મૂળ આધારરૂપ વેદઉપનિષદ વગેરે સંસ્કૃતમાં જ લખાયેલા છે. જેના આધારે જ ગીતારામાયણ-મહાભારત તેમજ સ્ત્રોતસૂત્ર અને ગ્રંથોની રચના થઈ છે.

આ રીતે વેદ આપણી સંસ્કૃતિ અને ધર્મનો આધારસ્તંભ છે. પ્રાચીન ભારતીય વૈચારિક દર્શન અને જીવનદર્શનનો મૂળ આધાર સંસ્કૃત સાહિત્ય અને તેમાં લખાયેલા ગ્રંથો છેતે સંસ્કૃતની મહત્વતા દર્શાવે છે.

Latest Stories