/connect-gujarat/media/media_files/2025/07/11/12th-result-2025-07-11-19-06-19.jpg)
રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10-12ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.
📢 અગત્યની માહિતી
— Dr. Kuber Dindor (@kuberdindor) July 11, 2025
જૂન-જુલાઈ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ તા. ૧૨/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
➡️ વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ https://t.co/cJTxCW4Jq8 પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે.
શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, જૂન-જુલાઈ 2025માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ 12 જુલાઈ, 2025ના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટ gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક નાખીને પરિણામ મેળવી શકશે.