Connect Gujarat
શિક્ષણ

આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન, આજે જ કેમ ઊજવાય છે શિક્ષકદિન !! આવો જાણીએ....

આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ગુરુને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે. જીવનમાં ગુરુનું ખાસ મહત્વ રહેલું છે.

આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન, આજે જ કેમ ઊજવાય છે શિક્ષકદિન !! આવો જાણીએ....
X

આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ગુરુને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે. જીવનમાં ગુરુનું ખાસ મહત્વ રહેલું છે. ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન ઉજવવામાં આવે છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારતરત્નથી સમ્માનિત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ દિવસ ઊજવવામાં આવે છે. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો. શિક્ષક દિવસ પર દેશમાં શિક્ષકોના અદ્વિકીય યોગદાનને પ્રોત્સાહિત અને તમામ શિક્ષકોને સમ્માનિત કરવામાં આવે છે. જેમણે પોતાની પ્રતિબદ્ધતા અને સમર્પણની મદદથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપ્યું છે.

· પહેલી વાર આ દિવસે ઉજવાયો હતો શિક્ષક દિન...

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો, તેમણે વર્ષ 1962માં ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યું હતું, જેથી તેના વિદ્યાર્થીઓએ 5 સપ્ટેમ્બરને વિશેષ દિવસ તરીકે ઊજવવાની મંજૂરી માંગી હતી. જેના બદલે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણને શિક્ષકોના અમૂલ્ય યોગદાનને સ્વીકારવા માટે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ ઊજવવાની રજૂઆત કરી હતી. ડૉ.રાધાકૃષ્ણને એકવાર જણાવ્યું હતું કે, ‘શિક્ષક સર્વશ્રેષ્ઠ દિમાગ ધરાવતો હોવો જોઈએ.’ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને વર્ષ 1954માં ભારતરત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

· શિક્ષક દિવસનું મહત્ત્વ

સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાનોમાં 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ પ્રિય શિક્ષક પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરવા માટે પ્રદર્શન, નૃત્ય તથા અન્ય એક્ટિવિટી કરે છે. વિદ્યાર્થીઓ આ પ્રકારની એક્ટિવિટી કરીને શિક્ષક પ્રત્યે આભાર વ્યક્ત કરે છે.

Next Story