ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં જગ્યા ખાલી, પગાર રૂ 2.25 લાખ પ્રતિ માસ

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં વિશેષજ્ઞ અધિકારીની 60 થી વધુ જગ્યાઓ માટે ભરતી છે, જેના માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 10 જાન્યુઆરી, 2025 પહેલા અરજી કરી શકે છે.

author-image
By Connect Gujarat Desk
New Update
postt


ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં વિશેષજ્ઞ અધિકારીની 60 થી વધુ જગ્યાઓ માટે ભરતી છે, જેના માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 10 જાન્યુઆરી, 2025 પહેલા અરજી કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને મહત્તમ 2.25 લાખ રૂપિયાનો પગાર મળશે.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીઓ વિશેષજ્ઞ અધિકારી (SO) ની જગ્યાઓ પર કરવામાં આવશે. આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 1.4 લાખથી રૂ. 2.25 લાખ સુધીનો પગાર મળશે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 68 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2025 છે. લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની સત્તાવાર વેબસાઈટ http://www.ippbonline.com દ્વારા તેમની અરજીઓ સબમિટ કરી શકે છે.

 ખાલી જગ્યા
- આસિસ્ટન્ટ મેનેજર (IT) - 54 જગ્યાઓ
સાયબર સિક્યોરિટી એક્સપર્ટ – 7 જગ્યાઓ
- મેનેજર આઇટી પેમેન્ટ સિસ્ટમ - 1 પોસ્ટ
- મેનેજર આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક અને ક્લાઉડ- 2 પોસ્ટ
- મેનેજર આઇટી એન્ટરપ્રાઇઝ ડેટા વેરહાઉસ- 1 પોસ્ટ
- સિનિયર મેનેજર આઇટી પેમેન્ટ સિસ્ટમ- 1 પોસ્ટ
- સિનિયર મેનેજર આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક અને ક્લાઉડ- 1 પોસ્ટ
- સિનિયર મેનેજર, આઈડી વેન્ડર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પ્રોક્યોરમેન્ટ, એસએલએ, સિસ્ટમ- 1 પોસ્ટ

દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, આસિસ્ટન્ટ મેનેજર (IT)ના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે IT ક્ષેત્રમાં ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ સાથે કમ્પ્યુટર સાયન્સમાં BE/B.Tech ડિગ્રી હોવી જોઈએ. રસ ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા માપદંડોની સંપૂર્ણ સમીક્ષા કરે

#government job #government #Education #candidates #government jobs #Job Vacancy #Indian Postal Department #vacancy #Indian Post
Latest Stories