ભારતમાં 27 વર્ષ બાદ 71મી MISS WORLD 2023-24નું કરવામાં આવ્યું આયોજન, 130થી વધુ સુંદરીઓ લેશે ભાગ

ગઈ કાલે એટલે કે તારીખ 8 જૂને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં 27 વર્ષ બાદ ભારતને મેજબાનીનો અવસર મળ્યો છે.

New Update
ભારતમાં 27 વર્ષ બાદ 71મી MISS WORLD 2023-24નું કરવામાં આવ્યું આયોજન, 130થી વધુ સુંદરીઓ લેશે ભાગ

ગઈ કાલે એટલે કે તારીખ 8 જૂને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં 27 વર્ષ બાદ ભારતને મેજબાનીનો અવસર મળ્યો છે. આ ઇવેન્ટમાં દુનિયાની સૌથી સુંદર મહિલાઓ ભેગી થઈને મિસ વર્ડનાં લાજ માટે એકમેકને ચેલેન્જ આપશે. ઉલ્લેખનીય છે કે 71ની મિસ વર્લ્ડ ફાઇનલનું આયોજન ભારતમાં થશે. મળતી માહિતી અનુસાર 71મી મિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરનારી 130 નેશનલ ચેમ્પિયન્સ ભારત આવશે. આ તમામ અહીં એક મહિના સુધી રોકાશે. આ દેશની અદ્ભુત અને વિવિધતાથી ભરપૂર સંસ્કૃતિનો અનુભવ લેવા તમામ ક્ન્ટેસ્ટન્સ પોતાના ભાવ, સમજદારી અને અનોખી પ્રતિભાનું પ્રદર્શન કરશે. મળતી માહિતી અનુસાર ફિનાલે નું આયોજન નવેમ્બર-ડિસેમ્બરમાં કરાશે. આ પહેલા 130 દેશની ક્ન્ટેસ્ટન્સ પેજેન્ટથી જોડાયેલી એક્ટિવિટીમાં ભાગ લેશે તેમાં અલગ અલગ રાઉન્ડ યોજાશે જે લગભગ 1 મહિના સુધી ચાલશે.

Latest Stories