જાણીતા ટીવી એકટ્રસનું હાર્ટ એટેકના કારણે 25 વર્ષની વયે નિધન, ચાહકોમાં છવાયો શોકનો માહોલ....

પવનને શુક્રવારે સવારે 5 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો

New Update
જાણીતા ટીવી એકટ્રસનું હાર્ટ એટેકના કારણે 25 વર્ષની વયે નિધન, ચાહકોમાં છવાયો શોકનો માહોલ....

હિન્દી અને તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા પવન સિંહનું નિધન થયું છે. તેઓ માત્ર 25 વર્ષના હતા. રિપોર્ટ્સ અનુસાર તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક છે. જણાવવામાં આવી રહ્યું છે કે, 18 ઓગસ્ટ શુક્રવારે પવન સિંહ ઘરે જ હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. અહેવાલો અનુસાર, પવનને શુક્રવારે સવારે 5 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પવનના મૃત્યુથી હિન્દી અને તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. અહેવાલો અનુસાર પવન સિંહ કર્ણાટકના માંડ્યા જિલ્લાનો રહેવાસી હતો. તેમની માતાનું નામ સરસ્વતી અને પિતાનું નામ નાગરાજુ છે. મોત બાદ હવે તેમના પરિવારના સભ્યો અને મિત્રો તેમના મૃતદેહને માંડ્યા લઈ જવાની તૈયારી કરી રહ્યા છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કહેવાય છે કે પવન સિંહ કામ માટે અહીં કર્ણાટકથી મુંબઈ આવ્યો હતો અને પરિવાર સાથે અહીં રહેતો હતો.                                      

Latest Stories