/connect-gujarat/media/media_files/2025/08/17/mission-impossible-2025-08-17-21-28-56.jpg)
હોલિવૂડ ફિલ્મ અને ટોમ ક્રૂઝના ચાહકો માટે એક ખુશખબર છે. સૌથી વધુ લોકપ્રિય એક્શન ફિલ્મ “Mission Impossible – The Final Reckoning” હવે ટૂંક સમયમાં તમે OTT પ્લેટફોર્મ પર જોઈ શકશો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જેટલી અપેક્ષા હતી તેના કરતા ઓછી સફળતા મેળવી છે, પરંતુ હવે OTT પ્લેટફોર્મ પર તે સારી ચાલશે એવી આશા છે.
ફિલ્મ 18 ઓગસ્ટ, 2025થી ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. તમે તેને Prime Video, Apple TV+, Fandango at Home, Google Play અને YouTube પર ભાડે અથવા ખરીદી શકો છો. હાલમાં ભાડે લેવાની કિંમત $19.99 જ્યારે ખરીદીની કિંમત $24.99 નક્કી કરવામાં આવી છે. એટલે કે, જેમણે થિયેટરમાં આ ફિલ્મ જોઈ શક્યા નથી તેઓ હવે ઘરે બેસીને ટોમ ક્રૂઝનો એક્શન માણી શકશે.