Connect Gujarat
મનોરંજન 

બેક ટુ બેક ફ્લોપ ફિલ્મોથી ડરી ગયો ખેલાડી અક્ષય કુમાર? મોટા પડદા પર રિલીઝ નહીં થાય 'ઓહ માય ગોડ 2'

આપણે બધા જાણીએ છીએ કે અક્ષયની સમ્રાટ પૃથ્વીરાજ, રામ સેતુ અને બચ્ચન પાંડે જેવી અભિનેતાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી

બેક ટુ બેક ફ્લોપ ફિલ્મોથી ડરી ગયો ખેલાડી અક્ષય કુમાર? મોટા પડદા પર રિલીઝ નહીં થાય ઓહ માય ગોડ 2
X

હાલ એવું લાગી રહ્યું છે કે અક્ષય કુમારનો સમય સારો નથી ચાલી રહ્યો. આપણે બધા જાણીએ છીએ કે અક્ષયની સમ્રાટ પૃથ્વીરાજ, રામ સેતુ અને બચ્ચન પાંડે જેવી અભિનેતાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને વર્ષ 2022ના અંતમાં રિલીઝ થયેલી અક્ષયની ફિલ્મ 'સેલ્ફી' પણ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી.

આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે અક્ષય કુમાર પોતાની ફિલ્મોના ફ્લોપ ગ્રાફને જોઈને ડરી ગયો હશે અને અભિનેતાએ તેની ફિલ્મ 'ઓહ માય ગોડ 2'ને મોટા પડદા પર રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ઓહ માય ગોડ એટલે કે OMG અક્ષય કુમારની શાનદાર ફિલ્મોમાંથી એક રહી છે જેની સિક્વલ બનાવવાની માંગ પણ જોરશોરથી ચાલી રહી છે. આ ફિલ્મની સિક્વલ એટલે કે OMG 2 ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે પણ અક્ષય કુમારે ફિલ્મ ઓહ માય ગોડનો ભાગ 2 થિયેટરોમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જણાવી દઈએ કે પોસ્ટરના રૂપમાં ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરવા ઉપરાંત આ જાણકારી પણ આપવામાં આવી છે. ફિલ્મ એક્સપર્ટ ક્રિસ્ટોફર કનાગરાજે ટ્વિટ કર્યું છે કે ઓહ માય ગોડ 2 ટૂંક સમયમાં OTT પર રિલીઝ થશે. આ પ્લેટફોર્મ Voot/Jio સિનેમા પર રિલીઝ થઈ શકે છે

Next Story