એક્ટ્રેસ શોભિતા શિવન્નાનું 30 વર્ષની ઉંમરે રહસ્યમય મોત, KGF સહિતની ફિલ્મોમાં કર્યું છે કામ

કન્નડ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

New Update
Shobhita Shivanna

'મંગલા ગૌરી' અને 'કૃષ્ણા રુક્મિણી' જેવા ટીવી શોનો હિસ્સો રહી ચૂકેલી એક્ટ્રેસ શોભિતા શિવન્નાએ 30 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. કન્નડ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. શોભિતા લગ્ન બાદ થોડો સમય મનોરંજનની દુનિયાથી દૂર રહી અને હવે તે ફરી એકવાર ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવાની તૈયારી કરી રહી હતી. દરમિયાન આ સમાચારે સૌને ચોંકાવી દીધા છે.

શોભિતાનો મૃતદેહ હૈદરાબાદના ગચીબોવલી સ્થિત શ્રીરામ નગર કોલોનીમાં એક્ટ્રેસના એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પડોશીઓએ પોલીસને જાણ કરી અને આત્મહત્યાની શંકા વ્યકત કરી હતી. પોલીસે કેસ નોંધ્યો છે અને મોતની આસપાસના તમામ શંકાસ્પદ તથ્યોની તપાસ કરી રહી છે.
Latest Stories