હાલ સોશિયલ મીડિયામાં ડીપફેક વિડિયાઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. એક તરફ ડીપ ફેક વિડિયાની ટીકા થઈ રહી છે તો બીજી તરફ એક બાદ એક હિરોઈનો તેનો બની રહી છે. રશ્મિકા બાદ આલિયા, કેટરીના અને કાજોલના ડીપફેક વિડીયોએ ઇન્ટરનેટ પર હોબાળો મચાવી દીધો છે. આ બાદ હવે પ્રિયંકા ચોપડાનો મોફર્ડ અવાજ વાળો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પ્રિયંકાના અવાજ અને તેની મૂળ વાતોને એક નકલી બ્રાન્ડ સમર્થન સાથે બદલી દેવામાં આવી છે. આ નકલી વિડિયોમાં પ્રિયંકા પોતાની વાર્ષિક આવકનો ખુલાસો કરવાની સાથે જ એક બ્રાંડનો પ્રચાર કરતી નજરે પડી રહી છે. પ્રિયંકાનો આ વીડિયો ચાલી તો રહ્યો છે પરંતુ જે હેન્ડલથી તેને શેર કરવામાં આવ્યો છે તે ડિએક્ટિવેટ લાગી રહ્યો છે. ડીપફેક વીડિયો એઆઈ અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલા નવા સિંથેટિક મીડિયાનું એક રૂપ છે, જે વર્તમાન વીડિયોને અન્ય વ્યક્તિઓના ચહેરા અને અવાજની સાથે સુપર ઈમ્પોઝ કરીને બદલી દે છે. આ હવે તમામ માટે પડકાર બનતો જઈ રહ્યો છે અને તમામની ચિંતાઓ પણ વધારી રહ્યો છે.
રશ્મિકા અને આલિયા બાદ હવે પ્રિયંકા પણ બની ડીપફેકનો શિકાર, એક્ટ્રેસના અવાજ સાથે કરાઇ છેડછાડ, વિડીયો થયો વાયરલ....
હાલ સોશિયલ મીડિયામાં ડીપફેક વિડિયાઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. એક તરફ ડીપ ફેક વિડિયાની ટીકા થઈ રહી છે
New Update