Connect Gujarat
મનોરંજન 

રશ્મિકા મંડન્નાના ડીપફેક વીડિયો કેસ બાદ સરકારનું કડક વલણ, ફરિયાદના 24 કલાકમાં કન્ટેન્ટ હટાવવું પડશે

રશ્મિકા મંદન્ના હાલમાં જ તેના ડીપફેક વીડિયોને કારણે ચર્ચામાં આવી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી

રશ્મિકા મંડન્નાના ડીપફેક વીડિયો કેસ બાદ સરકારનું કડક વલણ, ફરિયાદના 24 કલાકમાં કન્ટેન્ટ હટાવવું પડશે
X

રશ્મિકા મંદન્ના હાલમાં જ તેના ડીપફેક વીડિયોને કારણે ચર્ચામાં આવી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ડીપફેક છે. રશ્મિકા મંદન્નાએ કાયદાકીય કાર્યવાહી પણ કરી હતી. ત્યારે હવે સરકારે આવી બાબતોમાં કડક વલણ અપનાવ્યું છે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરી છે. જેમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહેવામાં આવ્યું હતું કે તેમણે ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર ઈન્ટરનેટ પર કોઈપણ પ્રકારના ડીપફેક અથવા મોર્ફ કરેલા વીડિયોને દૂર કરવા પડશે, અન્યથા તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

સમાચાર એજન્સીના સમાચાર અનુસાર, ટોચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ Instagram, X અને Facebook જેવી કંપનીઓને ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર તેમના પ્લેટફોર્મ પરથી ડીપફેક અને મોર્ફ કરેલી સામગ્રીને દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો આમ કરવામાં નહીં આવે તો પ્લેટફોર્મ સામે આઈટી નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Next Story