RRRની સફળતા બાદ રામચરણે પોતાની ફી વધારીને 100 કરોડ કરી દીધી

સાઉથના સ્ટાર રામચરણે તેની ફી વધારીને ૧૦૦ કરોડ કરી દીધી છે. આ સાથે તે અક્ષય કુમાર અને પ્રભાસ જેવા સ્ટાર્સની હરોળમાં પહોંચી ગયો છે.

New Update
RRRની સફળતા બાદ રામચરણે પોતાની ફી વધારીને 100 કરોડ કરી દીધી

સાઉથના સ્ટાર રામચરણે તેની ફી વધારીને ૧૦૦ કરોડ કરી દીધી છે. આ સાથે તે અક્ષય કુમાર અને પ્રભાસ જેવા સ્ટાર્સની હરોળમાં પહોંચી ગયો છે.

Advertisment

RRRના બે હિરો પૈકીના એક રામચરણની ફી અગાઉ ૪૫ કરોડ રુપિયા હતી. પરંતુ, RRRને દેશ અને દુનિયામાં જે અભૂતપૂર્વ સફળતા મળી છે તે પછી રામચરણના સિતારા બુલંદ બની ગયા છે. હવે તે દરેક નવી ફિલ્મ માટે ૧૦૦ કરોડ રુપિયાની ડિમાન્ડ કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ કિયારા અડવાણી સાથે આવી રહી છે. આ ફિલ્મ માટે તેને ૧૦૦ કરોડ રુપિયા ચૂકવાયા હોવાનું કહેવાય છે.

સાઉથના નિર્માતાઓ આ ટ્રેન્ડથી નાખુશ છે. બોલીવૂડથી વિપરીત રીતે સાઉથમાં સ્ટાર્સની ફી પાછળ અંધાધૂંધ નાણાં ખર્ચાતાં નથી. સાઉથના નિર્માતાઓને ડર છે કે કલાકારો તગડી ફી લેવા માંડશે તો તેમની ફિલ્મોનાં બજેટ ખોરવાઈ જશે અને નફાકારકતા ઘટી જશે. 'બાહુબલી' ફિલ્મ સમગ્ર ભારતમાં સુપરહિટ થઈ તે પછી પ્રભાસે પણ પોતાની ફી વધારી દીધી હતી. પરંતુ, એ પછી પ્રભાસની મોટાભાગની ફિલ્મોએ એવરેજ જ બિઝનેસ કર્યો છે.

Advertisment
Latest Stories