અજય દેવગણ અને સંજય દત્તની નવી ફિલ્મ ભુજ વિવાદમાં આવી છે 11 ઓગષ્ટે રિલીઝ થનાર ફિલ્મ પહેલા ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અરવિંદ વેગડાએ આ ફિલ્મના ગીત ભલા મોરી રામા ભલા મોરી રામા સામે સવાલ ઉઠાવ્યા છે અરવિંદ વેગડા આરોપ લગાવ્યો છે કે ભાઈ-ભાઇ ગીતનો બોલિવૂડ ફિલ્મમાં પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં અમદાવાદના જાણીતા સિંગર અરવિંદ વેગડા ભાઇ-ભાઇ ગીત બોલિવૂડ ફિલ્મમાં પરવાનગી વિના વપરાયા હોવાનો ફિલ્મમેકર્સ સામે દાવો કર્યો છે. આ વાતને લઈને અરવિંદ વેગડા કનેક્ટ ગુજરાત સાથે વાતચીત કરી પહેલા પણ આ સોંગ ફિલ્મ રામલીલામાં યુઝ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિવાદ ને લઈને લઈને અરવિંદ વેગડાએ ખુલ્લા મને વાત કરી હતી . અરવિંદ વેગડાએ જણાવ્યુ હતું કે 1 વર્ષની મહેનત બાદ આ ગીતને તેની ઓળખ મળી.
લુપ્ત થતી ભવાઈને જીવંત રાખવામાં આ ગીતનું યોગદાન છે પણ 2014 રામલીલા ફિલ્મમાં આ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો અને સફળતા મેળવી કોઈ પણ ક્રેડિટ આપ્યા વગર અને હવે 2021 માં ભુજ ફિલ્મમાં પણ આ ગીતની ચોરી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સમગ્ર વાતને લઇને જસ્ટિસ ફોર ભાઈ-ભાઈ હેશટેગ સાથે એક કેમ્પેઇન પણ ચાલી રહ્યું છે. જેમાં લોકો આ ગુજરાતી ગીત માટે સપોર્ટ પણ કરી રહ્યા છે.2011માં ભાઇ ભાઇ સોન્ગ લોન્ચ કરવામાં હતું. લોન્ચ થયાના થોડા જ સમયમાં આ સોંગ ખૂબ જ પોપ્યુલર થતા મેં તેને કોપીરાઇટ કરાવ્યું હતું.
ફિલ્મ રામલીલામાં આ સોંગને મારી પરવાનગી વગર વાપરવામાં આવ્યું ત્યારે પણ મેં ફિલ્મ મેકર્સ સામે કાયદાકીય નોટિસ મોકલી હતી. અને તાજેતરમાં ફિલ્મ ભૂજના મેકર્સ દ્વારા ફરી એકવાર આ સોંગ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અવાર-નવાર ગુજરાતના આર્ટિસ્ટ સાથે આ ઘટના થઇ રહી છે.