અમદાવાદ: જાણીતા ગાયક અરવિંદ વેગડાએ ભુજ ફિલ્મના મેકર્સ સામે બાંયો ચઢાવી, જુઓ કેમ

જાણીતા ગાયક અરવિંદ વેગડાની કનેક્ટ ગુજરાત સાથે વિશેષ વાતચિત, ભુજ ફિલ્મના મેકર્સ સામે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદ: જાણીતા ગાયક અરવિંદ વેગડાએ ભુજ ફિલ્મના મેકર્સ સામે બાંયો  ચઢાવી, જુઓ કેમ
New Update

અજય દેવગણ અને સંજય દત્તની નવી ફિલ્મ ભુજ વિવાદમાં આવી છે 11 ઓગષ્ટે રિલીઝ થનાર ફિલ્મ પહેલા ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અરવિંદ વેગડાએ આ ફિલ્મના ગીત ભલા મોરી રામા ભલા મોરી રામા સામે સવાલ ઉઠાવ્યા છે અરવિંદ વેગડા આરોપ લગાવ્યો છે કે ભાઈ-ભાઇ ગીતનો બોલિવૂડ ફિલ્મમાં પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં અમદાવાદના જાણીતા સિંગર અરવિંદ વેગડા ભાઇ-ભાઇ ગીત બોલિવૂડ ફિલ્મમાં પરવાનગી વિના વપરાયા હોવાનો ફિલ્મમેકર્સ સામે દાવો કર્યો છે. આ વાતને લઈને અરવિંદ વેગડા કનેક્ટ ગુજરાત સાથે વાતચીત કરી પહેલા પણ આ સોંગ ફિલ્મ રામલીલામાં યુઝ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિવાદ ને લઈને લઈને અરવિંદ વેગડાએ ખુલ્લા મને વાત કરી હતી . અરવિંદ વેગડાએ જણાવ્યુ હતું કે 1 વર્ષની મહેનત બાદ આ ગીતને તેની ઓળખ મળી.

લુપ્ત થતી ભવાઈને જીવંત રાખવામાં આ ગીતનું યોગદાન છે પણ 2014 રામલીલા ફિલ્મમાં આ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો અને સફળતા મેળવી કોઈ પણ ક્રેડિટ આપ્યા વગર અને હવે 2021 માં ભુજ ફિલ્મમાં પણ આ ગીતની ચોરી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સમગ્ર વાતને લઇને જસ્ટિસ ફોર ભાઈ-ભાઈ હેશટેગ સાથે એક કેમ્પેઇન પણ ચાલી રહ્યું છે. જેમાં લોકો આ ગુજરાતી ગીત માટે સપોર્ટ પણ કરી રહ્યા છે.2011માં ભાઇ ભાઇ સોન્ગ લોન્ચ કરવામાં હતું. લોન્ચ થયાના થોડા જ સમયમાં આ સોંગ ખૂબ જ પોપ્યુલર થતા મેં તેને કોપીરાઇટ કરાવ્યું હતું.

ફિલ્મ રામલીલામાં આ સોંગને મારી પરવાનગી વગર વાપરવામાં આવ્યું ત્યારે પણ મેં ફિલ્મ મેકર્સ સામે કાયદાકીય નોટિસ મોકલી હતી. અને તાજેતરમાં ફિલ્મ ભૂજના મેકર્સ દ્વારા ફરી એકવાર આ સોંગ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અવાર-નવાર ગુજરાતના આર્ટિસ્ટ સાથે આ ઘટના થઇ રહી છે.  

#Ahmedabad #Entertainment #Bhuj #Ajay Devgan #Bollywood News #Sanjay Dutt #Connect Gujarat News #Ahmedabad News #Arvind Vegda #Film Makers
Here are a few more articles:
Read the Next Article