બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. અભિનેત્રીએ લગ્નના થોડા સમય બાદ જ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપીને ચાહકોને ચોંકાવી દીધા હતા, ત્યારથી અભિનેત્રીના ચાહકો કપૂર પરિવારના નવા સભ્યની રાહ જોઈ રહ્યા છે અને હવે આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. આલિયા ભટ્ટ પોતાની ડિલિવરી માટે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલ પહોંચી છે. આ અવસર પર આલિયાની સાથે તેનો પતિ રણબીર કપૂર પણ હતો. બંને પોતાની કારમાં અહીં પહોંચ્યા અને અભિનેત્રીને સીધી હોસ્પિટલની અંદર લઈ જવામાં આવી.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ વર્ષે 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ તેમના લગ્નને ખૂબ જ ખાનગી રાખ્યા હતા, જેમાં માત્ર થોડા જ નજીકના લોકો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. લગ્નના થોડા સમય બાદ આલિયા અને રણબીરે તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. પહેલા તો લોકો આ સમાચારથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ પછી સેલેબ્સથી લઈને ફેન્સ સુધી આલિયા અને રણબીરને ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા. પ્રેગ્નન્સીની જાહેરાત બાદ તરત જ આલિયા તેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. આ દરમિયાન અભિનેત્રીના ચહેરા પર દેખાતી પ્રેગ્નન્સી ગ્લોની બધાએ વખાણ કર્યા.