ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એલોન મસ્ક આવતાની સાથે જ એમ્બર હર્ડે ટ્વિટરને બાય કહ્યું, ડિલીટ કર્યું એકાઉન્ટ.!

44 બિલિયન યુએસ ડોલરમાં ટ્વિટર ખરીદ્યા બાદ એલોન મસ્ક નવા સીઈઓ બન્યા છે. એલન CEO બન્યા બાદથી જ લાઈમલાઈટમાં છે.

New Update
ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એલોન મસ્ક આવતાની સાથે જ એમ્બર હર્ડે ટ્વિટરને બાય કહ્યું, ડિલીટ કર્યું એકાઉન્ટ.!

44 બિલિયન યુએસ ડોલરમાં ટ્વિટર ખરીદ્યા બાદ એલોન મસ્ક નવા સીઈઓ બન્યા છે. એલન CEO બન્યા બાદથી જ લાઈમલાઈટમાં છે અને ઘણા ફેરફારો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હોલીવુડ અભિનેત્રી એમ્બર હર્ડ જે એલનની એક્સ ગર્લફ્રેન્ડ હતી તેણે તેનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરીને ચર્ચામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા એમ્બર હર્ડ પણ જોની ડેપ સામે માનહાનિના દાવાને લઈને ચર્ચામાં રહી હતી. જેમાં તે હારી ગઈ હતી.

ટ્વિટર પર એમ્બર હર્ડના ટ્વિટર એકાઉન્ટની તસવીર શેર કરી, જેમાં લખ્યું છે કે, આ એકાઉન્ટ અસ્તિત્વમાં નથી. સ્ક્રીનશોટમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે, એમ્બર હર્ડે તેનું ટ્વિટર ડિલીટ કરી દીધું છે. ટ્વિટર યુઝર્સ આ અંગે ઝડપથી પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'સારું છે કે તે પોતાનું ધ્યાન રાખી રહી છે', જ્યારે બીજાએ લખ્યું, 'ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એલને તેને દૂર કરવા કહ્યું.' બીજાએ લખ્યું, 'તેની પાસે બ્લુ ટિક માટે પૈસા નહીં હોય.' એ જ રીતે, લોકો એમ્બરનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરવાની અટકળો લગાવી રહ્યા છે, પરંતુ તેના વિશેની ચોક્કસ માહિતી હજુ સુધી સામે આવી નથી.

Latest Stories