New Update
-
ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું
-
કાર્યકરોને ફિલ્મ દર્શાવવામાં આવી
-
ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ દર્શાવાય
-
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે પણ ફિલ્મ નિહાળી
-
ગુજરાતમાં ફિલ્મને કરાય છે કરમુક્ત
અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભાજપના આગેવાનોએ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ નિહાળી હતી. ગુજરાત રાજ્યમાં ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને કરમુક્ત કરવામાં આવી છે જે ફિલ્મ આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા ગામની રાગીણી સિનેમા ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અનિલ પટેલ, નિતેન્દ્રસિંહ દેવધરા સહિતના આગેવાનો તાલુકા પંચાયત,જિલ્લા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમજ તમામ મોરચાના પદાધિકારીઓ સહીત કાર્યકરોએ નિહાળી હતી.
અત્રે ઉલ્લેખની છે કે ગોધરાકાંડ પર બનેલી આ ફિલ્મના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહએ પણ વખાણ કર્યા છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ઠેર ઠેર કાર્યકરો અને આગેવાનોને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે..
Latest Stories