Connect Gujarat
મનોરંજન 

આર્ટિકલ 370' ફિલ્મ પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ,વાંચો શું છે કારણ

યામી ગૌતમ અભિનીત એક્શન પોલિટિકલ થ્રિલર 'આર્ટિકલ પર 370' પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આર્ટિકલ 370 ફિલ્મ પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ,વાંચો શું છે કારણ
X

યામી ગૌતમ અભિનીત એક્શન પોલિટિકલ થ્રિલર 'આર્ટિકલ પર 370' પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 'આર્ટિકલ 370' આવી સેન્સરશીપનો સામનો કરનાર વર્ષની બીજી ફિલ્મ છે. અગાઉ હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ 'ફાઈટર' પર યુએઈ સિવાય તમામ ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.આદિત્ય સુહાસ જાંભલે દ્વારા નિર્દેશિત 'આર્ટિકલ 370' ફિલ્મ રાજકીય મુદ્દાઓને ઊંડાણમાં દર્શાવે છે. આ ફિલ્મ જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો રદ કરવાના PMOના નિર્ણય પર આધારિત છે. ફિલ્મમાં આવા ઘણા મુદ્દા બતાવવામાં આવ્યા છે, જેનાથી લોકો આજે પણ અજાણ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ બહેરીન, કુવૈત, ઈરાક, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગલ્ફ દેશો અને બોલિવૂડ વચ્ચે કદાચ બધુ બરાબર નથી. એક રિપોર્ટ અનુસાર, આ દેશોમાં ભારતીય સિનેમાના ઘણા ચાહકો છે. કલમ 370 અને ફાઈટર જેવી ફિલ્મો પર પ્રતિબંધ બાદ મોટા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.

Next Story