/connect-gujarat/media/post_banners/c019462a6fd6bf2c954b8da1dea2dda29aee4f56ff4e75c94fecfade841e4e69.webp)
બોલિવૂડ ફિલ્મમેકર અયાન મુખર્જી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'વોર 2'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ સિવાય તેના ફેન્સ 'બ્રહ્માસ્ત્ર'ની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.અયાને હૃતિક રોશન સ્ટારર ફિલ્મને ડાયરેક્ટ કરવા માટે તગડી રકમ વસૂલ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અયાને તેની ડાયરેક્ટર ફી તરીકે 32 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. ફિલ્મના નિર્માતા આ મહિને પ્રી-પ્રોડક્શન પર કામ શરૂ કરશે અને આ વર્ષે નવેમ્બર સુધીમાં શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. 'વોર 2'માં હૃતિક રોશન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને તે 2024ના અંતમાં અથવા 2025ની શરૂઆતમાં રિલીઝ થવાની છે. યશ રાજ ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ડિટેક્ટીવ વર્લ્ડની છઠ્ઠી ફિલ્મ હશે, જેમાં 'એક થા ટાઈગર', 'ટાઈગર ઝિંદા હૈ', 'વોર', 'પઠાણ' અને 'ટાઈગર 3' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય શાહરૂખ અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'ટાઈગર Vs પઠાણ' પર પણ કામ ચાલી રહ્યું છે.