Connect Gujarat
મનોરંજન 

બાબા બાગેશ્વરે કેરલા સ્ટોરી ફિલ્મ અંગે આપ્યું નિવેદન, તમામ હિંદુઓ સૂઈ રહ્યા છે

બાબા બાગેશ્વરે કેરલા સ્ટોરી પર નિવેદન આપ્યું છે કે, ‘આ એક સત્ય ઘટના પર આધારિત સ્ટોરી છે.

બાબા બાગેશ્વરે કેરલા સ્ટોરી ફિલ્મ અંગે આપ્યું નિવેદન, તમામ હિંદુઓ સૂઈ રહ્યા છે
X

બાબા બાગેશ્વરે કેરલા સ્ટોરી પર નિવેદન આપ્યું છે કે, ‘આ એક સત્ય ઘટના પર આધારિત સ્ટોરી છે. દેશની આ વર્તમાન પરિસ્થિતિ અને તમામ હિંદુઓ સૂઈ રહ્યા છે. લોકો સમજી શકતા નથી અને મારા પર આરોપ મુકે છે કે, હું ભડકાઉ નિવેદન આપું છું. આ નિવેદન ભડકાઉ નથી, પરંતુ હિંદુઓને જાગૃત કરવા માટે છે. ફિલ્મ જે કંઈપણ દર્શાવવામાં આવ્યું છે, તે તમામ બાબત થઈ છે. તમામ હિંદુઓનું દુર્ભાગ્ય છે કે, જ્યાં સુધી ભારતના તમામ મંદિર હિંદુઓને શિક્ષા નહીં આપે કે, સનાતન શું છે?, હિંદુ શું છે? ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ થતી રહેશે.’

બાબા બાગેશ્વરે જ્ઞાનવીર કોલેજ કમ્પાઉન્ડમાં જ થઈ રહેલ પ્રશ્નોત્તર કાર્યક્રમમાં ભક્તોને જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મ પરથી સમજવું જોઈએ કે, આપણે જાગૃત થવાનું છે અને ખાસ કરીને બહેનોએ જાગૃત થવું જોઈએ.’ બાબા બાગેશ્વર વધુમાં જણાવે છે કે, ‘ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શિક્ષા આપે છે કે, અન્ય ધર્મના વિચાર કરીને પોતાના ધર્મમાં મરવું તે બરાબર છે. આ કારણોસર અન્ય ધર્મ તથા પંથના વ્યક્તિ પર પણ તેટલો જ વિશ્વાસ કરવો જોઈએ જેટલો વિશ્વાસ સમુદ્રમાં નાખેલ સિક્કાઓ પર કરવામાં આવે છે.’

Next Story