દિલ્હી હાઇકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર રોક લગાવી છે. જણાવી દઈએ કે, આ ફિલ્મ રાજસ્થાનના ઉદયપુરના કન્હૈયાલાલ સાહુની હત્યા પર આધારિત છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ અનીશ દયાલની બેન્ચે અરજદારોને આદેશ આપ્યો છે કે બે દિવસમાં તે તેમની ફરિયાદ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરે.
જણાવી દઈએ કે, અરજદારો એ જ છે જે કન્હૈયાલાલ સાહુની હત્યાના કેસમાં આરોપી છે. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે ફિલ્મ રિલીઝ થવાથી તેમની ન્યાયિક પ્રક્રિયા પર અસર પહોંચશે. દિલ્હી હાઇકોર્ટે બે દિવસમાં જમીયત ઉલેમા હિન્દને કેન્દ્ર સરકાર પાસે અપીલ કરવા કહ્યું છે, અપીલ દાખલ થયાના 7 દિવસની અંદર કેન્દ્ર સરકારે આ ફિલ્મના રિલીઝ પર નિર્ણય લેવાનો રહેશે.
દિલ્હી હાઇકોર્ટમાં ગુરુવારે 'ઉદયપુર ફાઇલ્સ'ની રિલીઝના સંબંધે સુનાવણી થઈ હતી. 'ઉદયપુર ફાઇલ્સ' ફિલ્મના નિર્માતાના વકીલે કહ્યું કે, નૂપુર શર્માનું નિવેદન કટ કરવામાં આવ્યું છે. મારી પાસે કન્હૈયાલાલ હત્યાકાંડમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની ચાર્જશીટ છે, જેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, તમે તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધાર પર ફિલ્મની વાર્તાને સાચી સાબિત નથી કરી શકતા.
ફિલ્મ નિર્માતાના વકીલે કહ્યું કે, ફિલ્મની સ્ટોરી ભારત-પાકિસ્તાનની વાર્તા પર આધારિત છે. આ સાવ ખોટું છે છે કે બધા મુસલમાનોને નકારાત્મક રૂપમાં દેખાડવામાં આવ્યા છે. 55 કટ આ વાતનો પુરાવો છે કે સાંપ્રદાયિક વેરભાવના પાસા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. શુક્રવાર (આજે) માટે 1800 થિયેટર પણ બુક કરવામાં આવ્યા છે અને અંદાજે લાખ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ ગઈ છે.
ત્યારે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્માએ કહ્યું કે, તમે ફિલ્મ જુઓ, આ કોઈ વિશેષ સમુદાય પર નથી, પણ ગુના પર આધારિત ફિલ્મ બનાવાઇ છે. પૂરી વાર્તા એ જ છે સાંપ્રદાયિક વેરભાવના વચ્ચે વ્યૂહાત્મક રીતે સીમા પારથી ફેલાવામાં આવી રહી છે. ફિલ્મમાં સમુદાયોનો એક ડાયલોગ પણ છે કે, 'આપણે બધાએ સાથે મળીને રહેવું જોઈએ'ને સામેલ કરવામાં આવ્યો છે.
ચેતન શર્માએ કહ્યું કે, CBFC બોર્ડ આ તથ્યથી વાકેફ છે કે કોઈ ખાસ સમુદાયને લક્ષ્ય બનાવવું જોઈએ નહીં. ફિલ્મનો વિષય કોઈ સમુદાય ખાસ સમુદાય પર નથી, પણ ગુના પર છે. દેવબંદનો રેફરેંસ હટાવવામાં આવ્યો છે. નૂપુર શર્મા અને જ્ઞાનવાપીના સંદર્ભનો પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.
ત્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટ સામે દલીલ કરી હતી કે અમે પહેલીવાર ફિલ્મ જોઈ છે મારું માનવું છે કે ફિલ્મ એક સમુદાયને બદનામ કરવા ઉપરાંત બીજું કંઈ નથી. સિબ્બલે કહ્યું કે, ફિલ્મ હિંસા અને નફરતથી ભરપૂર છે અને એક ચોક્કસ સમુદાયને લક્ષ્ય બનાવે છે. એક સમુદાયને એવી રીતે દર્શાવવામાં આવ્યો છે જાણે કે તે સમાજની બધી ખરાબીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
જે વ્યક્તિએ આ ફિલ્મ બનાવી છે, તેનું બેકગ્રાઉન્ડ આજે એક અંગ્રેજી અખબારમાં છપાયું છે, ફિલ્મની શરૂઆત એવા દ્રશ્યથી થાય છે જ્યાં એક ખાસ સમુદાયનો વ્યક્તિ બીજા સમુદાયની જગ્યાએ માંસનો ટુકડો ફેંકે છે, અને બીજા દ્રશ્યમાં પોલીસ તે ખાસ સમુદાય સાથે સંબંધિત વિદ્યાર્થીની ધરપકડ કરે છે.