/connect-gujarat/media/media_files/2025/06/23/vijay-dev-2025-06-23-13-58-40.jpg)
કેટલાક ફિલ્મ સ્ટાર્સ વિવાદિત નિવેદનોના કારણે સતત વિવાદોથી જોડાયેલા રહે છે. તેમજ તેઓ ઘણીવાર તેમના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે.
આ યાદીમાં દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર વિજય દેવરકોંડાનું પણ જોડાયું છે. વિવાદિત નિવેદનના કારણે તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મોટાભાગે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેનારા વિજય માટે આ મોટો ઝટકો છે. આવી સ્થિતિમાં ચાલો આ લેખમાં જાણીએ કે આખરે કેમ વિજય સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા દક્ષિણ સિનેમાના દિગ્ગજ અભિનેતા સૂર્યાની ફિલ્મ રેટ્રો રિલીઝ થઈ હતી. વિજય દેવરકોંડાએ પણ આ ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.
આ દરમિયાન તેમણે આદિવાસી સમુદાય વિશે કંઈક એવું બોલ્યા હતા, જેના કારણે મોટો હોબાળો મચી ગયો હતો. અભિનેતાએ સમુદાય વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેના કારણે આદિવાસી સમુદાયમાં ગુસ્સો વધી ગયો છે અને તેમણે હવે વિજય વિરુદ્ધ પોલીસ FIR નોંધાવી છે.
ફિલ્મ અભિનેતા વિજય દેવરકોંડા વિરુદ્ધ કથિત રીતે આદિવાસી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં SC/ST એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી આદિવાસી સમુદાયોની સંયુક્ત કાર્યવાહી સમિતિના રાજ્ય પ્રમુખ નેનાવથ અશોક કુમાર નાઈક દ્વારા કરવામાં આવી છે.
તેમણે કરેલા દાવા પ્રમાણે રેટ્રો ફિલ્મના પ્રી-રિલીઝ પ્રમોશન દરમિયાન વિજયે આદિવાસી સમુદાયનું અપમાન કરતી વાંધાજનક ટિપ્પણી કરી હતી. સાયબરાબાદના રાયદુર્ગમ પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.