Connect Gujarat
મનોરંજન 

DDLJ ફરી એકવાર મોટા પડદા પર રિલીઝ થઈ, વાંચો કેટલા રૂપિયાની કરી કમાણી

થોડા દિવસો પહેલા પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસ જેવા રાષ્ટ્રીય મલ્ટિપ્લેક્સમાં ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

DDLJ ફરી એકવાર મોટા પડદા પર રિલીઝ થઈ, વાંચો કેટલા રૂપિયાની કરી કમાણી
X

વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને, થોડા દિવસો પહેલા પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસ જેવા રાષ્ટ્રીય મલ્ટિપ્લેક્સમાં ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. DDLJ ફરી એકવાર મોટા પડદા પર રિલીઝ થતાં જ દર્શકોની 28 વર્ષ જૂની યાદો તાજી થઈ ગઈ. માત્ર 2 દિવસમાં ફિલ્મોએ લાખોની કમાણી કરી લીધી છે.

શાહરૂખ અને કાજોલ સ્ટારર ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' 10 ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ હતી અને પહેલા દિવસે આ ફિલ્મે 2.50 લાખ રૂપિયાની કમાણી કરી હતી. જણાવી દઈએ કે 11 ફેબ્રુઆરી 2023ના રોજ ઘણી કમાણી કરી હતી. ગઇકાલે ફિલ્મે થિયેટરમાં 10 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજા દિવસે પણ ફિલ્મનો બિઝનેસ 10 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. એટલે કે ત્રણ દિવસમાં તેની કુલ કમાણી 22.5 લાખ રૂપિયા થશે. આ કમાણીના આંકડા જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મ 14 ફેબ્રુઆરી 2023ના રોજ 20 લાખ રૂપિયા સુધીનો બિઝનેસ કરી શકે છે. કુલ મળીને આ ફિલ્મ આ વેલેન્ટાઈન વીકમાં 60 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. જો કે આ ફિલ્મ લિમિટેડ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Next Story