દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે અંબાણી પરિવાર સાથે ગણપતિ વિસર્જન કર્યું, ભીડ ઉમટી

સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીથી ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે અને લોકો બે વર્ષથી કોરોના વાયરસ રોગચાળા સામે લડ્યા બાદ ગણપતિ ઉત્સવની ઉજવણી પૂરા ઉલ્લાસ અને ઢોલ-નગારા સાથે કરી રહ્યા છે.

New Update

સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીથી ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે અને લોકો બે વર્ષથી કોરોના વાયરસ રોગચાળા સામે લડ્યા બાદ ગણપતિ ઉત્સવની ઉજવણી પૂરા ઉલ્લાસ અને ઢોલ-નગારા સાથે કરી રહ્યા છે. ગણપતિ બાપ્પાએ બોલિવૂડ સ્ટાર્સના ઘરે પણ મુલાકાત લીધી છે. અંબાણી પરિવારે પણ 31 ઓગસ્ટના રોજ એન્ટીલા ખાતે બાપ્પાને ધામધૂમથી આવકાર્યો હતા અને દોઢ દિવસ પછી તેઓએ ઢોલ વગાડીને બાપ્પાને વિદાય આપી હતી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ અંબાણી પરિવારના ગણપતિ વિસર્જનમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને આ દરમિયાન ફરી એકવાર રણવીર સિંહની જબરદસ્ત એનર્જીમાં જોવા મળ્યા હતા.

Advertisment W3.CSS

ગણપતિ વિસર્જનના રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં રણવીર અને દીપિકા અંબાણી પરિવાર સાથે ટ્રકમાં બેસીને ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે બીચ પર જતા જોવા મળ્યા હતા.

https://twitter.com/DeepikaPFC/status/1565423790779092992?cxt=HHwWgMCqxZmpwLkrAAAA

ગણપતિ બાપ્પાને વિદાય આપતી વખતે રણવીર સિંહ ફુલ એનર્જી સાથે દેખાયા. અંબાણી પરિવારમાં સામેલ થવા પહોંચેલા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના આ વીડિયો અને તસવીરો દીપિકા પાદુકોણની ફેન ક્લબ દ્વારા ઈન્ટરનેટ પર શેર કરવામાં આવી છે. 

Latest Stories