Connect Gujarat
મનોરંજન 

લગ્નના 5 વર્ષ બાદ દિપીકા-રણવીરે શેર કર્યો પોતાનો વેડિંગ વિડીયો, સોશિયલ મીડિયા પર વાઇરલ થયો આ વિડીયો.....

રણવીર અને દીપિકાના લગ્નને 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યારે 5 વર્ષ પછી પહેલી વાર બ્યૂટીફૂલ કપલે તેનો વેડિંગ વિડીયો સોશીયલ મીડિયા પર શેર કર્યો હતો.

લગ્નના 5 વર્ષ બાદ દિપીકા-રણવીરે શેર કર્યો પોતાનો વેડિંગ વિડીયો, સોશિયલ મીડિયા પર વાઇરલ થયો આ વિડીયો.....
X

રણવીર અને દીપિકાના લગ્નને 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યારે 5 વર્ષ પછી પહેલી વાર બ્યૂટીફૂલ કપલે તેનો વેડિંગ વિડીયો સોશીયલ મીડિયા પર શેર કર્યો હતો. દિપીકા અને રણવીરે કરન જોહરના ચેટ શો કોફી વિથ કરનની આઠમી સિઝનમાં પોતાના લગ્નની ફૂટેજ દેખાડી છે. આ શોના ગેસ્ટ તરીકે સેલેબ્રિટી કપલ પહોચ્યું હતું. જ્યાં તેમણે પોતાના લગ્નનો વિડીયો શેર કર્યો હતો. વિડિયોમાં રણવીર સિંહ જણાવે છે કે તેને દીપિકાને માલદીવમાં પ્રપોઝ કરી હતી. ત્યાર પછી બંને દીપિકાના માતા પિતાને મળવા બેંગલોર ગયા હતા અને ત્યાં તેમણે સગાઈ કરી લીધી હતી. જો કે માલદિવ્સમાં બંને પહેલેથી જ સગાઈ કરી ચૂક્યા હતા. દીપિકાની માતા વિડિયોમાં જણાવે છે કે તે એક વાતથી ખુશ ના હતી કે તેની દીકરીએ રણવીર સિંહને પસંદ કર્યો પરંતુ ધીરે ધીરે રણવીરે દીપિકાના ફેમેલીના દિલોમાં પોતાની જ્ગ્યા બનાવી લીધી હતી. વિડિયોમાં રણવીર સિંહના પિતા પણ એવું કહે છે કે રણવીર જ્યારે ફિલ્મોમાં સફળ થતો ના હતો ત્યારે તે કહેતો કે તે દિપીકા સાથે લગ્ન કરશે ને એ વાત સાચી પડી. વિડિયોમાં દિપીકા અને રણવીરની સાઉથ ઇંડિયન અને પંજાબી સ્ટાઇલમાં વેડિંગની ઝલક જોવા મળે છે. બંનેના લગ્ન ઈટલીમાં 2018માં થયા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

Next Story