CAGનો રિપોર્ટ આવ્યા બાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ AAP પર કર્યા પ્રહારો

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી પંકજ કુમાર સિંહે CAG રિપોર્ટ પર આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, કોવિડ-19ના સમયે લોકો ઓક્સિજન માટે તડપતા હતા અને તેઓ શીશમહેલ બનાવવામાં વ્યસ્ત હતા.

New Update
cag

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી પંકજ કુમાર સિંહે CAG રિપોર્ટ પર આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, કોવિડ-19ના સમયે લોકો ઓક્સિજન માટે તડપતા હતા અને તેઓ શીશમહેલ બનાવવામાં વ્યસ્ત હતા. તેમણે વધુમાં કહ્યું કે, CAGના રિપોર્ટ અનુસાર, દિલ્હી સરકારના ઉદાસીન વલણને કારણે આરોગ્ય વિભાગમાં 21% સ્ટાફની અછત હતી. પેરામેડિકલ સ્ટાફની અછત હતી જેના કારણે દર્દીઓને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisment

તાજેતરમાં જ દિલ્હીમાં સ્વાસ્થ્ય સંબંધી કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ પછી, આજે એટલે કે સોમવારે, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે આરોગ્ય પર રજૂ કરાયેલા CAG રિપોર્ટ પર આજે વિધાનસભામાં ચર્ચા કરવામાં આવશે, તેમણે વધુમાં કહ્યું કે, અગાઉની આમ આદમી પાર્ટી (AAP) સરકારના તમામ "ગોટાળાઓ"નો પર્દાફાશ કરવામાં આવશે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી પંકજ કુમાર સિંહે કહ્યું કે, આમ આદમી પાર્ટી કોવિડ-19ની કટોકટીની સ્થિતિમાં ફંડનો સંપૂર્ણ ઉપયોગ કરી શકી નથી. કોવિડ સામે લડતી વખતે દિલ્હીના લોકોને ત્યજી દેવામાં આવ્યા હતા. CAGના અહેવાલ મુજબ, 2016-22 દરમિયાન ચાર હોસ્પિટલો – રાજીવ ગાંધી, LNJP, જનકપુરી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ચાચા નેહરુ બાલ ચિકિત્સાાલય માટે ફાળવવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આ અંગે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દરેકની હાલત ખરાબથી ખરાબ થઈ ગઈ છે. સગર્ભા સ્ત્રીઓના આહાર માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.

મંત્રીએ વધુમાં કહ્યું કે, 2016-17માં 10 હજાર પથારીનું વચન આપવામાં આવ્યું હતું, જેમાંથી માત્ર 1367 પથારી જ લગાવી શકાઈ હતી. અગાઉની સરકારે ખાનગી હોસ્પિટલો સાથે મિલીભગત કરી હતી. તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મોટા પાયે આર્થિક નુકસાન થયું હતું અને તેના માટે જવાબદાર લોકોને બક્ષવામાં આવશે નહીં.

આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, અમારી સરકાર એક મહત્વપૂર્ણ પગલું લઈ રહી છે, અમે હોસ્પિટલ ઈન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS) લાગુ કરવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા દર્દીઓ ઓનલાઈન માધ્યમથી પણ માહિતી મેળવી શકશે.

આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા પંકજ કુમાર સિંહે કહ્યું કે, કોવિડ-19ના સમયે લોકો ઓક્સિજન માટે તડપતા હતા અને તેઓ શીશમહેલ બનાવવામાં વ્યસ્ત હતા. CAGના રિપોર્ટ અનુસાર, દિલ્હી સરકારના ઉદાસીન વલણના કારણે સ્વાસ્થ્ય વિભાગમાં 21% સ્ટાફની અછત હતી. પેરામેડિકલ સ્ટાફની અછત હતી જેના કારણે દર્દીઓને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હીની તમામ હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સ અને જરૂરી સાધનો મળ્યા નથી. માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હતું, સરકારે દર્દીઓ માટે ઉપલબ્ધ ખોરાકની ગુણવત્તા તપાસી ન હતી. મંત્રીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલની સરકારના ઉદાસીન વલણને કારણે દવાઓની ખરીદી પર પણ યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી. હોસ્પિટલોની દવાઓ સ્થાનિક દુકાનોમાંથી લેવામાં આવી હતી, જેના પરિણામે 86 કોન્ટ્રાક્ટમાંથી 24 પાસ થયા હતા. તેમણે વધુમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સરકારે બ્લેકલિસ્ટેડ કંપનીઓ પાસેથી દવાઓ ખરીદી હતી. જેમાં એક્સપાયર્ડ દવાઓ પણ ખરીદવામાં આવી હતી. હોસ્પિટલોમાં નવા પથારીની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું.

Advertisment
Latest Stories