દમદાર ડાયલોગ્સ અને ક્લાઇમેક્સ, તેમ છતાંય ‘કેસરી 2’ કેમ બોક્સ ઓફિસ પર થઇ ઢેર ?

અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' બોક્સ ઓફિસના મેદાનમાં જોવે એવી કમાણી કરી શકી નથી. જાણો શું છે 'કેસરી 2'ના શરૂઆતના દિવસની કમાણી?

New Update
23000

અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ 18 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.

Advertisment

આ ફિલ્મથી અક્ષય કુમારને ઘણી અપેક્ષા હતી અને તેના ફેન્સ પણ ફિલ્મ જોવા માટે ઉત્સુક હતા. દમદાર ડાયલોગ્સ અને રૂંવાડા ઊભો થઈ જાય એવો ક્લાઇમેક્સ હોવા છતાં અક્ષયની ફિલ્મ બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરી રહી છે. ફિલ્મમાં અક્ષયની સાથે આર. માધવન અને અનન્યા પાંડે પણ છે. જો કે, કેસરી 2ની બોક્સ ઓફિસ શરૂઆત ધીમી રહી અને જોવે તેવી કમાણી ન કરી શકી. તમને જાણીને નવાઈ લાગશે કે, ‘કેસરી 2’નું બોક્સ ઓફિસ કલેક્શન સની દેઓલની ‘જાટ’કરતા પણ ઓછું થયું છે.

સેકનીલ્કના રિપોર્ટ મુજબ, ‘કેસરી ચેપ્ટર 2’ એ તેની રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ફકત 7.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટૂંકમાં જોઈએ તો, ‘કેસરી 2’ એ સની દેઓલની ‘જાટ’ આગળ શરણાગતિ પામી હોય તેવું લાગે છે. ‘જાટ’ ફિલ્મે પહેલા દિવસે 9.5 કરોડની કમાણી કરી હતી, જે ‘કેસરી ચેપ્ટર 2’ કરતા લગભગ 2 કરોડ વધુ છે. જણાવી દઈએ કે, સની દેઓલની ફિલ્મે ટોટલ 65.90 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ‘જાટ’ ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા છે અને એવામાં સની દેઓલની ફિલ્મની નજર તેનું બજેટ રિકવર કરવાનું હશે.

હવે વાત બોલિવૂડના ખિલાડી કુમારની કરીએ તો, ‘કેસરી ચેપ્ટર 2’ પહેલા અક્ષયની સતત 5 ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ છે. અક્ષયની છેલ્લી હિટ ફિલ્મ ‘OMG2’ હતી, જે વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. જો કે, અક્ષય કુમાર માટે એક સારી વાત એ છે કે ‘કેસરી 2’ની આગળ પાછળ બીજી કોઈ મોટી ફિલ્મ રિલીઝ થવાની નથી. એવામાં હવે ‘કેસરી 2’ શનિવાર અને રવિવારના દિવસે કેટલી કમાણી કરશે તેના પર લોકોની નજર રહેશે.

Advertisment
Latest Stories