શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાના ઘરે EDના દરોડાથી  ફિલ્મ જગતમાં ચકચાર

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઇન્ડિયન પેનલ કોડ અને આઈટી એક્ટ હેઠળ કુંદ્રાની ધરપકડ કરી હતી. બાદમાં સીટી કોર્ટે કુંદ્રાને જામીન આપ્યા હતા. આ કાર્યવાહી પોર્નોગ્રાફી નેટવર્ક મામલે કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે.

New Update
Rajkundra And Shilpa Shetty

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાના ઘરે ED ત્રાટકી હતી. આ કાર્યવાહી પોર્નોગ્રાફી નેટવર્ક મામલે કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ મામલે ED તેમના ઘર અને ઓફિસ બંને ઠેકાણે તપાસ કરી રહી છે.

રાજ કુંદ્રા વિરુદ્ધ 2021માં પોલીસે પોર્ન પ્રોડક્શનના આરોપસર ધરપકડ કર્યા બાદ ચાલી રહેલી તપાસના ભાગરૂપે EDએ આ દરોડો પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઇન્ડિયન પેનલ કોડ અને આઈટી એક્ટ હેઠળ કુંદ્રાની ધરપકડ કરી હતી.

બાદમાં સીટી કોર્ટે કુંદ્રાને જામીન આપ્યા હતા. મોબાઈલ એપ્લિકેશન મારફત પોર્નોગ્રાફિક કન્ટેન્ટના પ્રોડક્શન અને વિતરણના આરોપોસર મની લોન્ડરિંગ તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories