Connect Gujarat
મનોરંજન 

ફાઇનલી પ્રભાસના જન્મદિવસ પર 'સાલાર'નું નવું પોસ્ટર રિલીઝ, આ ફિલ્મની ક્રિસમસ પર 'ડંકી' સાથે થશે જોરદાર ટક્કર...

આ અવસર પર તેમની આગામી ફિલ્મ 'સાલારઃ પાર્ટ વન -સીઝફાયર'ના મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે.

ફાઇનલી પ્રભાસના જન્મદિવસ પર સાલારનું નવું પોસ્ટર રિલીઝ, આ ફિલ્મની ક્રિસમસ પર ડંકી સાથે થશે જોરદાર ટક્કર...
X

'બાહુબલી' ફેમ સાઉથ સુપરસ્ટાર પ્રભાસ આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર તેમની આગામી ફિલ્મ 'સાલારઃ પાર્ટ વન -સીઝફાયર'ના મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મનુ પોસ્ટર શેર કરતી વખતે, નિર્માતાઓએ પ્રભાસને તેના જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી છે. હોમ્બલ ફિલ્મ્સે આ પોસ્ટરને સોશિયલ મીડિયા પર શેર કરતી વખતે લખ્યું, 'રાજાના કમાન્ડર સાલાર, પ્રભાસને જન્મદિવસની શુભેચ્છા.' 'સાલાર' 22 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. મોટી વાત એ છે કે, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ટક્કર શાહરુખ ખાન સ્ટારર 'ડંકી' સાથે થશે. શાહરુખ ખાનની ફિલ્મ 'ડંકી'ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ એટલું ચોક્કસ છે કે આ ફિલ્મ ક્રિસમસના અવસર પર રિલીઝ થશે. ઘણા વેપાર વિશ્લેષકો માને છે કે, આ અથડામણ 'સાલાર' અને 'ડંકી' બંને ફિલ્મોને નુકસાન પહોંચાડશે.

Next Story