/connect-gujarat/media/post_banners/76e4b15aa70820a7829f6d062cdf75f463d91994684a93cc3a015a7b4925665f.webp)
વિવાદોથી બચવા અને પોતાની ફિલ્મનું ઇનડાયરેક્ટ પ્રમોશન કરવા બોલીવુડ અભિનેતા રણબીર કપૂર તેમજ ડિરેક્ટર આયાન મુખર્જીએ ગીર સોમનાથ જિલ્લા સ્થિત સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
હાલમાં જ બ્રહ્માસ્ત્ર ફિલ્મ રિલીઝ થઈ છે, ત્યારે તે પોતાની સિનેમેટોગ્રાફી કરતા વધુ વિવાદોના કારણે ચર્ચામાં રહી છે. રણવીર કપૂરનું 10 વર્ષ જૂનું નિવેદન ફિલ્મ માટે સૌથી મોટી મુસીબત બન્યું છે. 'i am a big beef guy, my ancestors were from Peshawar' 'હું બીફ એટલે કે, ગૌમાસ ખાવાનો શોખીન છું, મારા પૂર્વજો પેશાવરથી હતા' આ એક નિવેદન ભારતની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક એવી બ્રહ્માસ્ત્ર ફિલ્મને વિવાદોના વંટોળમાં મૂકી ચૂક્યું છે. મહાકાલેશ્વર ઉજ્જૈન ખાતે દર્શન કરવા ગયેલ રણબીર કપૂરને હિન્દુ યુવાનો દ્વારા વિરોધ કરીને મંદિરમાં પ્રવેશવા દેવામાં નહોતો આવ્યો, ત્યારે તેના પરથી શીખ લઈને રણબીર કપૂર અને બ્રહ્માસ્ત્ર ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જી ગુપ્ત રીતે ગુજરતના ગીર સોમનાથ જિલ્લા સ્થિત સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા, જ્યાં તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને રવાના થયા હતા.