/connect-gujarat/media/media_files/2024/12/13/tmozOBSudQayZyrmuioF.jpg)
પુષ્પા 2 ફિલ્મની સ્ક્રીનિંગમાં મચેલી નાસભાગ કેસમાં જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધ્યા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં સેશન્સ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જેના પર અલ્લુ અર્જુનના વકીલે વચગાળાના જામીન આપવાની માંગ કરી હતી.
તેલંગણા હાઈકોર્ટે દલીલો બાદ અંતે વચગાળાના જામીન આપવાની મંજૂરી આપી છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલા ચાહકનું મોત નિપજતાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે.અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પર વચગાળાના જામીન માંગ્યા હતા. જે હાઈકોર્ટે મંજૂર કર્યા છે.
હૈદરાબાદના સંધ્યા થિયેટર અને પોલીસ પ્રશાસન વચ્ચે અભિનેતા અલ્લુ અર્જુનને બોલાવવા મુદ્દે વિવાદ સર્જાયો છે. થિયેટર મેનેજમેન્ટે એક અરજી પત્ર જારી કરતા દાવો કર્યો છે કે, તેમણે અભિનેતાના આગમનની બે દિવસ પહેલા જ પોલીસને આ અંગે જાણ કરી સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. પુષ્પા-2ના પ્રચાર દરમિયાન અલ્લુ અર્જુનના આગમન ની જાણકારી પોલીસને લેખિતમાં આપવામાં આવી હતી. તેમ છતાં પોલીસે કોઈ ખાસ પગલા લીધા ન હતા.