ઋત્વિક-દિપીકા ફિલ્મ ફાઇટરનું ટીઝર રીલીઝ, આ સીન રગેરગમાં જગાડી દેશે દેશભક્તિ....

દિપીકા પાદુકોણ અને ઋત્વિક રોશન ફિલ્મ ફાઇટરનું ધમાકેદાર રીઝર રીલીઝ કરવામાં આવ્યું છે.

New Update
ઋત્વિક-દિપીકા ફિલ્મ ફાઇટરનું ટીઝર રીલીઝ, આ સીન રગેરગમાં જગાડી દેશે દેશભક્તિ....

દિપીકા પાદુકોણ અને ઋત્વિક રોશન ફિલ્મ ફાઇટરનું ધમાકેદાર રીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઋત્વિક રોશન, દિપીકા પાદુકોણ સાથે અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકા ભજવશે. ફિલ્મ ફાઇટરનું ટીઝર રીલીઝ થયાની સાથે જ ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ટીઝર થોડી મિનિટોનું છે પણ ખૂબ જ રોમાંચક છે.

ફિલ્મ ફાઇટરના ટીઝરમાં દિપીકા પાદુકોણ અને ઋત્વિક રોશન ફાઇટર જેટ પ્લેન ઉડાવતા જોવા મળે છે. તેમના એક્સપ્રેસન જોરદાર છે. એક પણ પ્રકારના ડાઈલોગ વિના આ ટીઝર તમારા રુંવાળા ઊભા કરી દેશે. એક સિનમાં ઋત્વિક રોશન ભારતનો ત્રિરંગો પ્લેનમાંથી બહાર કાઢે છે. આ સીન સૌથી શાનદાર લાગે છે. આ ટીઝરમાં દિપીકા પાદુકોણ, ઋત્વિક રોશન અને અનિલ કપૂર ભારત માટે દુશ્મનો સાથે લડાઈ કરતાં જોવા મળે છે. આ ફિલ્મને એકસનની સાથે રસપ્રદ બનાવવા માટે ઋત્વિક રોશન અને દિપીકા પાદુકોણના રોમાંસનો તડકો પણ લગાવવામાં આવ્યો છે.

Read the Next Article

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે થયું અવસાન

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ હાલ કૂપર હોસ્પિટલમાં છે.

New Update
kta

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ હાલ કૂપર હોસ્પિટલમાં છે.

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'એ હોસ્પિટલના રિસેપ્શનિસ્ટને ટાંકીને જણાવ્યું છે કે, અભિનેત્રીને 27મી તારીખે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને  તબીબે તેમને હવે મૃત જાહેર કરી છે. અહેવાલો અનુસાર, તેમના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શેફાલીના અચાનક દુનિયા છોડી દેવાથી મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કૂપર હોસ્પિટલથી શેફાલી જરીવાલાના પતિનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કારમાં બેઠેલો અને તૂટેલો દેખાય છે. કારની અંદર બેઠેલો પરાગ પોતાના ઉદાસ ચહેરાને હાથથી ઢાંકવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. ગાયક રાહુલ વૈદ્યએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર અભિનેત્રીનો ફોટો પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે, 'રેસ્ટ ઇન પીસ, તમે અમને ખૂબ વહેલા છોડીને જતા રહ્યાં' ગાયક મીકા સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, 'હું ખૂબ જ આઘાત અને દુઃખી છું, આપણો પ્રિય સ્ટાર અને એક સારો મિત્ર આપણને છોડીને ચાલ્યો ગયો.'