ઈટલી : શાહરુખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’ની કો-સ્ટાર ગાયત્રી જોશીને નડ્યો અકસ્માત, સ્વિસ દંપતીનું મોત....

ગાયત્રી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે ઇટાલીમાં વેકેશન પર ગઈ હતી. આ દરમિયાન તેની કારનો અકસ્માત થયો હતો

New Update
ઈટલી : શાહરુખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’ની કો-સ્ટાર ગાયત્રી જોશીને નડ્યો અકસ્માત, સ્વિસ દંપતીનું મોત....

બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન સાથે ફિલ્મ સ્વદેશથી બોલીવૂડમાં ડેબ્યૂ કરનાર ગાયત્રી જોશી હાલ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય નથી. ગાયત્રી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે ઇટાલીમાં વેકેશન પર ગઈ હતી. આ દરમિયાન તેની કારનો અકસ્માત થયો હતો. જે સમયે અકસ્માત થયો તે સમયે તેનો પતિ પણ તેની સાથે હતો. આ અકસ્માતનો વીડિયો સોશ્યલ મીડિયા અપર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Advertisment

આ અકસ્માતમાં ગાયત્રી અને વિકાસ તો ઠીક છે પરંતુ બીજી કારમાં હાજર સ્વિસ કપલનું મોત થયું હતું. આ દુર્ઘટના ત્યારે બની જયારે બંને કાર એક મિની ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી હતી. ઓવરટેક કરતા સમયે બંને કારની ટક્કર થઇ હતી. મિની ટ્રક રોડ પર પલટી ગઈ અને બીજી કારમાં આગ લાગી ગઈ ગઈ જેમાં સવાર કપલના મોત થયા હતા. મૃતકોની ઓળખ મેલિસા ક્રોટલી અને માર્કસ ક્રોટલી તરીકે કરવામાં આવી છે.

Advertisment