ફિલ્મ “ભીડ”ની સાથે એક અવિસ્મરણિય અનુભવ માણવો હોય તો જોડાઓ એન્ડપિક્ચર્સ સાથે

આ મૂવીમાં એક એવા સમર્પિત પોલિસ અધિકારીની વાત છે, જે સ્થળાંતરીત કામદારોને સરહદ પાર કરતા અટકાવવાના મુશ્કેલ કાર્ય પાર પાડી રહ્યો છે. જ્યારે તેને આ કટોકટીની જાણ થાય છે, ત્યારે તે વ્યાપક પૂર્વગ્રહ અને ઊંડા માનવીય વેદનામાંથી પસાર થાય છે

New Update
Bheed Movie

જાણિતા ડિરેક્ટર અનુભવ સિંહા દ્વારા ડિરેક્ટ ભીડ મૂવીમાં પંકજ કપુરરાજકુમાર રાવભુમિ પેડનેકરદિયા મિર્ઝા અને ક્રિતિકા કામરાનો સમાવેશ થાય છે. ભીડ” વાયદો કરે છેનવ વ્યાખ્યાયિત વાર્તા કહેવાનોનિયમો તોડવાનો અને નવી વર્ણનાત્મક ક્ષિતિજોને રજૂ કરવાનો.

કોવિડ-19 રોગચાળાની પાશ્ચાદભૂ પર આધારીત આ મૂવીમાં એક એવા સમર્પિત પોલિસ અધિકારીની વાત છેજે સ્થળાંતરીત કામદારોને સરહદ પાર કરતા અટકાવવાના મુશ્કેલ કાર્ય પાર પાડી રહ્યો છે. જ્યારે તેને આ કટોકટીની જાણ થાય છેત્યારે તે વ્યાપક પૂર્વગ્રહ અને ઊંડા માનવીય વેદનામાંથી પસાર થાય છેતો તેની ફરજ માનવતા માટેની જુસ્સાદાર લડાઈમાં પરિવર્તિત થાય છે. 

એન્ડ પિક્ચર્સ પર તેના પ્રિમિયર માટે તેમનો ઉત્સાહ વર્ણવતા રાજકુમાર રાવ કહે છે, “આ ફિલ્મ એ એક પ્રોજેક્ટ નથીપણ અજાણી વાર્તાનો દરવાજો ખોલે છે. એન્ડપિક્ચર્સ એ અમારા આ અલગ જ પ્રકારના પ્રવાસ માટેનું સંપૂર્ણપણે યોગ્ય ઘર છે, અને હું અમારા આ અનુભવને બધાને દર્શાવવા માટે અત્યંત ઉત્સાહિત છું. ભીડ’ એ એક સામાન્ય મૂવી નથીઆ એક સંશોધન છેએક પડકાર છે અને હું દર્શકોની સામે આવી એક વિશિષ્ટ કથાને રજૂ કરવા હવે વધુ રાહ નથી જોઈ શકતો. દિયા મિર્ઝા ઉમેરે છે, “હું ખરેખર માનું છું કેજો આપણે પૃથ્વિનું રક્ષણ કરીશું તો તે તુરંત જ આપણું રક્ષણ કરશે.

ભીડ એ કોવિડ-19 રોગચાળા દરમિયાન માનવતાનો સામનો કરી રહેલા પડકારો સાથે ઊંડો પડઘો પાડે છે અને આવી ગહન થીમને સંબોધિત કરતી વાર્તાનો ભાગ બનવું હંમેશા લાભદાયી અને ઉત્સાહજનક બંને રહ્યું છે. રોગચાળાએ તે મોટીમાત્રામાં સ્પષ્ટ કર્યું છે કેઆપણે જે રીતે જીવીએ છીએઉત્પાદન કરીએ છીએ અને વપરાશ કરીએ તે બાબતો બદલાવી પડશે.

આ ફિલ્મનું શૂટિંગ એ એક ભાવનાત્મક પ્રવાસ છેએન્ડપિક્ચર્સની આભારી છું કે તેઓ પ્રેક્ષકો માટે માનવતા અને સ્થિતિસ્થાપક્તાની શોધ શરૂ કરવા આતુર છું. ડિરેક્ટર અનુભવ સિંહા એન્ડપિક્ચર્સ પર પ્રિમિયરનો ઉત્સાહ વ્યક્ત કરતા કહે છે, “અમારા માટે ભીડ’ એ એક ફિલ્મથી કંઈક વધુ છેઆ માનવિય અનુભવનું અન્વેષણ છે. હું ખરેખર માનું છું કેએન્ડપિક્ચર્સ પર તેના પ્રિમિયરની સાથે અમે વિશાળ દર્શકો સુધી પહોંચવામાં સમર્થ બન્યા છીએજેના લીધે તેઓ ફિલ્મની જડ સુધી પહોંચી શકશે.

ભીડની કાસ્ટ સાથેનું શૂટિંગ ખરેખર એક ખુશીની પળ બની રહી હતીજેને સમગ્ર ટીમ માટે એક યાદગાર અનુભવ બનાવી દીધો છે. ભીડની સાથે એક અવિસ્મરણિય અનુભવ માણવા એન્ડ પિક્ચર્સ પર તા. 12 જુલાઈ રાત્રે 10.30 વાગે જોડાઓ...

Latest Stories