Connect Gujarat
મનોરંજન 

કંગના રનૌતે સાધ્યું આદિપુરુષ ફિલ્મ પર નિશાન, કહ્યું રામનું નામ બદનામ ના કરો....

મોસ્ટ અવેઇટેડ ફિલ્મ આદિપુરુષ 16મી જૂન એટલે કે કાલે રીલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા

કંગના રનૌતે સાધ્યું આદિપુરુષ ફિલ્મ પર નિશાન, કહ્યું રામનું નામ બદનામ ના કરો....
X

મોસ્ટ અવેઇટેડ ફિલ્મ આદિપુરુષ 16મી જૂન એટલે કે કાલે રીલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આદિપુરુષ ફિલ્મને લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલમમાં પ્રભાસની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. તો સૈફ અલી ખાનના લૂક અને ડાયલોગ પર લોકો મજાક ઉડાવી રહયા છે. હવે કંગનાએ ફિલ્મ આદિપુરુષ પર નિશાન સાધ્યું છે જોકે તેને કોઈનું નામ નથી લીધું. ખરેખરમાં કંગનાએ પોતાના ઇનસ્ટાગ્રામના એકાઉન્ટ પર ભગવાન રામની કેટલીક તસ્વીરો શેર કરી હતી. જેમાં રામ, સિતા અને હનુમાન બતાવવામાં આવી રહયા છે. આ સાથે જ કંગનાએ એક ગીત “રામ કા નામ બદનામ ના કરો“ પર કંપોઝ કર્યું છે. આ ગીત 1971ની મ્યૂઝિકલ ડ્રામા ફિલ્મ હરે રામા હરે ક્રિષ્નાનું છે. આ ફિલ્મ દેવાનાદ દ્વારા બનાવવામાં આવી હતી.

હવે કંગનાની આ સ્ટાઇલને પ્રભાસની બાહુબલી પર ટાર્ગેટ માનવામાં આવી રહી છે. કંગનાએ ભલે નામ ના લીધું હોય પણ તે તેના સ્ટેટસ પરથી સ્પષ્ટ જણાય છે. જોકે નેટિઝન્સ તેના વિષે અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે કંગના સાઉથના લોકોથી ડરે છે. તો કેટલાકનું કહેવું છે કે હવે કંગના પણ ફિલ્મની મજાક ઉડાવી રહી છે. જોકે આ પેલી વાર નથી કે કંગનાએ કોઈ ફિલ્મ પર નિશાન સાધ્યું હોય આ સિવાય પણ તે શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ અને અનેક બીજી ફિલ્મો પર ટિપ્પણી કરી ચૂકી છે.

Next Story