મહાભારતના 'શકુની મામા'ની તબિયત લથડી, ટીવી અભિનેત્રી ટીના ઘાઈએ ગૂફીના સ્વાસ્થ્ય અંગે આપી માહિતી, ફેન્સને પ્રાર્થના કરવાની કરી અપીલ

બીઆર ચોપરાની 'મહાભારત'માં મામા શકુનીનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલની હાલત નાજુક છે. 78 વર્ષીય ગૂફી છેલ્લાં ઘણા સમયથી બીમાર હતા.

New Update
મહાભારતના 'શકુની મામા'ની તબિયત લથડી, ટીવી અભિનેત્રી ટીના ઘાઈએ ગૂફીના સ્વાસ્થ્ય અંગે આપી માહિતી, ફેન્સને પ્રાર્થના કરવાની કરી અપીલ

બીઆર ચોપરાની 'મહાભારત'માં મામા શકુનીનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલની હાલત નાજુક છે. 78 વર્ષીય ગૂફી છેલ્લાં ઘણા સમયથી બીમાર હતા. તેમને હાલમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ખૂબ જ ખરાબ છે. ટીવી અભિનેત્રી ટીના ઘાઈએ પણ સોશિયલ મીડિયા પર અભિનેતાની એક તસવીર શેર કરી છે અને ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. જોકે, હજુ સુધી ગૂફીના પરિવાર તરફથી તેના સ્વાસ્થ્યને લઈને કોઈ અપડેટ આવ્યું નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૂફી ફરીદાબાદ ગયા હતા અને તેમની હાલત ખરાબ થઇ હતી. તેમને પહેલાં ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને મુંબઈની અંધેરીની બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને લગભગ 4 દિવસથી દાખલ કરવામાં આવ્યા છે. હવે તેમના સ્વાસ્થ્યમાં થોડો સુધારો થયો છે, તેઓ હોશમાં પણ આવીચૂક્યા છે. તેમનો દીકરો તેની સાથે છે. જ્યારે તે ફરીદાબાદથી આવ્યા ત્યારે સ્થિતિ થોડી ગંભીર હતી. ગૂફીને કિડનીની સમસ્યા હોઈ શકે છે પરંતુ તેમને અન્ય પણ ઘણી સમસ્યાઓ હતી.

Latest Stories