/connect-gujarat/media/media_files/2025/09/21/mohn-2025-09-21-16-30-43.png)
ચાર દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં 350 થી વધુ ફિલ્મોમાં અભિનય કરનારા મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ વિશ્વનાથન નાયરને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. દેશમાં સિનેમા ક્ષેત્રે આપવામાં આવતું આ સર્વોચ્ચ સન્માન છે. 23 સપ્ટેમ્બરના રોજ 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં 65 વર્ષીય અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
મોહનલાલ શ્રેષ્ઠતા અને બહુમુખી પ્રતિભાનું પ્રતિક છે: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા મોહનલાલને અભિનંદન આપતા કહ્યું કે તેઓ શ્રેષ્ઠતા અને બહુમુખી પ્રતિભાના પ્રતિક છે. પ્રધાનમંત્રીએ કહ્યું, "કેટલાક દાયકાઓ સુધીના શાનદાર કાર્ય સાથે, મોહનલાલ મલયાલમ સિનેમા અને રંગભૂમિમાં એક અગ્રણી વ્યક્તિ છે અને કેરળની સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ ધરાવે છે.
તેમણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કર્યો છે. તમામ માધ્યમોમાં તેમની સિનેમેટિક અને નાટકીય કુશળતાની તેજસ્વીતા ખરેખર પ્રેરણાદાયક છે." "દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ તેમને અભિનંદન. તેમની સિદ્ધિઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે."