ટાઈગર શ્રોફના દિલમાં થઈ નવી હસીનાની એંટ્રી, દિશા પટની બાદ બીજી પણ દિશા જ મળી....

ટાઇગર શ્રોફ ની ડેટિંગની ખબરો ફરી એકવાર ચર્ચામાં છે. એક્ટરની નવી ગર્લફ્રેન્ડનું નામ તેની એક્સ દિશા પટની સાથે મેળ ખાય છે.

New Update
ટાઈગર શ્રોફના દિલમાં થઈ નવી હસીનાની એંટ્રી, દિશા પટની બાદ બીજી પણ દિશા જ મળી....

ટાઇગર શ્રોફ ની ડેટિંગની ખબરો ફરી એકવાર ચર્ચામાં છે. એક્ટરની નવી ગર્લફ્રેન્ડનું નામ તેની એક્સ દિશા પટની સાથે મેળ ખાય છે. ચાલો તમને જણાવીએ બોલિવૂડના આ નવા કપલ વિશે. ટાઇગર શ્રોફ આજકાલ પોતાની કોઇ ફિલ્મને લઇને નહીં પરંતુ ડેટિંગના સમાચારને લઇને ચર્ચામાં આવ્યા હતાં. ગત વર્ષે એવા રિપોર્ટ્સ આવ્યા હતાં કે ટાઇગર શ્રોફ અને દિશા પટનીનું બ્રેકઅપ થઇ ગયું છે. બંને એકબીજાને છ વર્ષથી ડેટ કરતાં હતાં. જો કે કપલે તેને લઇને ખુલીને ક્યારેય કશું કહ્યું નથી. તે બાદ એક્ટરનું નામ આકાંક્ષા શર્મા સાથે પણ જોડાયું હતું. તેવામાં હવે એવા રિપોર્ટ્સ મળી રહ્યાં છે કે, એક્ટર દિશા ધાનુકાને ડેટ કરી રહ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો. દિશા પટની સાથે બ્રકઅપ થયાના એક વર્ષ બાદ હવે ટાઇગરના જીવનમાં ફરીથી નવા પ્રેમની એન્ટ્રી થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાઇગર દિશા ધાનુકા અને ટાઇગર પાછલા વર્ષે જુલાઇથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, તેની પહેલા જ દિશા અને ટાઇગરનું બ્રેકઅપ થઇ ગયું હતું. ગત વર્ષે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં ટાઇગરે એવો દાવો કર્યો હતો કે, તે સિંગલ છે. જો કે તે બાદ એક્ટરનું નામ અન્ય એક એક્ટ્રેસ સાથે જોડાયું હતું. એવી ચર્ચા હતી કે દિશા સાથે બ્રેકઅપ બાદ ટાઇગરના જીવનમાં અન્ય એક એક્ટ્રેસની એન્ટ્રી થઇ હતી. જેનું નામ આકાંક્ષા શર્મા છે.

#India #Connect Gujarat #BeyondJustNews #actor #Bollywood Actor #Tiger Shroff #Disha Patni
Latest Stories