Connect Gujarat
મનોરંજન 

11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર થશે વર્ષની સૌથી મોટી ટક્કર, 3 દમદાર ફિલ્મો એક સાથે થશે રિલીઝ

બોલીવુડની 3 મોસ્ટ અવેટેડ ફિલ્મોની રિલીઝ ડેટ સામે આવી છે અને આ તારીખો સામે આવ્યાની સાથે જ ખળભળાટ પણ મચી ગયો છે.

11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર થશે વર્ષની સૌથી મોટી ટક્કર, 3 દમદાર ફિલ્મો એક સાથે થશે રિલીઝ
X

બોલીવુડની 3 મોસ્ટ અવેટેડ ફિલ્મોની રિલીઝ ડેટ સામે આવી છે અને આ તારીખો સામે આવ્યાની સાથે જ ખળભળાટ પણ મચી ગયો છે. કે આ ત્રણ ફિલ્મો એક સાથે રિલીઝ થઈ રહી છે. આ વર્ષની આ સૌથી મોટી બોક્સ ઓફિસ ટક્કર હશે.

બોલીવુડની 3 મોસ્ટ અવેટેડ ફિલ્મોની રિલીઝ ડેટ સામે આવી છે અને આ તારીખો સામે આવ્યાની સાથે જ ખળભળાટ પણ મચી ગયો છે. કારણ કે આ ત્રણ ફિલ્મો એક સાથે રિલીઝ થઈ રહી છે. જો આ વખતે દર્શકોને તો મજા જ મજા છે. પરંતુ આ વર્ષની આ સૌથી મોટી બોક્સ ઓફિસ ટક્કર હશે. અહીં જે ત્રણ ફિલ્મોની વાત થઈ રહી છે તે છે ઓએમજી 2, ગદર 2 અને અનિમલ. 11 ઓગસ્ટ 2023ના રોજ માત્ર ત્રણ ફિલ્મો જ નહીં ત્રણ બોલીવુડ સ્ટાર્સ પણ એકબીજાને ટક્કર આપશે. ત્યારે જોવાનું રહ્યું કે આ બાજી કોણ મારી જાય છે.

એનિમલ :

રણબીર કપૂરની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં જ તેનું પ્રી ટીઝર રિલીઝ થયું છે જેને જોઈ ફેન્સના હોશ ઉડી ગયા છે અને ફિલ્મ જોવાની આતુરતા બમણી થઈ ગઈ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે રશ્મિકા મંદાના, તૃપ્તી ડિગરી, અનિલ કપૂર, પરિણીતિ ચોપડા અને બોબી દેઓલ પણ જોવા મળશે,

ગદર 2 :

સની દેઓલ અને અમીષા પટેલની ગદર ફિલ્મ બ્લોકબસ્ટર હતી અને હવે તેનો બીજો પાર્ટ એટલે કે ગદર 2 11 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ કેટલી સફળ થશે તે 11 ઓગસ્ટે જ ખબર પડશે.

ઓહ માય ગોડ 2 :

અક્ષય કુમારની છેલ્લી ઘણી ફિલ્મો ફ્લોપ સાબિત થઈ છે. ત્યારે આ ફિલ્મથી અક્ષય કુમારના ચાહકોને ભારે આશાઓ છે. ઓહ માય ગોડ 2ની રિલીઝ ડેટ પણ 11 ઓગસ્ટ 2023 છે.

Next Story