Connect Gujarat
મનોરંજન 

આ OTT પ્લેટફોર્મ પર તમે વિજય દેવરાકોંડાની ફિલ્મ 'લાઇગર' જોઈ શકો છો, જાણો ક્યારે થશે રિલીઝ

સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'લાઇગર' ગયા મહિને 25 ઑગસ્ટ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી.

આ OTT પ્લેટફોર્મ પર તમે વિજય દેવરાકોંડાની ફિલ્મ લાઇગર જોઈ શકો છો, જાણો ક્યારે થશે રિલીઝ
X

સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'લાઇગર' ગયા મહિને 25 ઑગસ્ટ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને થિયેટરોમાં પ્રેક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. વિજય દેવરાકોંડા સ્ટારર ફિલ્મે બોક્સ ઓફિસ પર કુલ 66 કરોડનો બિઝનેસ કર્યો હતો.થિયેટર પછી હવે અર્જુન રેડ્ડી અભિનેતા વિજય દેવરાકોંડાની આ ફિલ્મ પણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે, તેથી જો તમે કોઈ કારણો સર જોઈ નથી શક્યા તો હવે તમે આ ફિલ્મ ઘરે બેઠા જોઈ શકશો.

વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે અભિનીત આ ફિલ્મ 22 ઓગસ્ટ 2022 ના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ચાર ભાષાઓમાં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત મલયાલમ, કન્નડ અને તમિલ ભાષામાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ આજે મધ્યરાત્રિએ રિલીઝ થશે. મળતી માહિતી અનુસાર, મેકર્સે આ ફિલ્મનું હિન્દી વર્ઝન ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે રિલીઝ થશે તેની માહિતી આપી નથી.

https://twitter.com/DisneyPlusHSTel/status/1572659034691600385?cxt=HHwWgoDQuenDmtMrAAAA

ડિઝની પ્લસ હોટસ્ટારે પોતે જ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 'Liger'ની રિલીઝ ડેટ વિશે માહિતી આપી હતી. નિર્માતાઓએ ટ્વિટ કરીને લખ્યું, 'વિજય દેવેરાકોંડાને લાઈગરની જેમ તેની મજબૂત શૈલીમાં જુઓ. હોટસ્ટાર પર લાઈગર. OTT રિલીઝ વિશેની માહિતી શેર કરવાની સાથે, નિર્માતાઓએ વિજય દેવેરાકોંડાનું એક પોસ્ટર પણ શેર કર્યું. તમને જણાવી દઈએ કે જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી, તે દરમિયાન વિજય દેવરાકોંડાના નિવેદનોને કારણે, આ ફિલ્મ માટે સોશિયલ મીડિયા પર બહિષ્કારનો ટ્રેન્ડ હતો, જેના કારણે ફિલ્મના કલેક્શન પર પણ અસર પડી હતી. વિજય દેવેરાકોંડાના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં સમંથા રૂથ પ્રભુની સાથે ફિલ્મ 'ખુશી'માં જોવા મળશે.

Next Story