અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ આ ફિલ્મ સાથે 4 વર્ષ પછી સિનેમાઘરોમાં એન્ટ્રીકરશે. આ સુપર એક્શન ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના બે ગીત 'બેશરમ રંગ' અને 'ઝૂમે જો પઠાણ' રિલીઝ થયા છે. બેશરમ કલરને લઈને પણ વિવાદ શરૂ થયો છે જેમાં દીપિકાએ 'કેસરી કલરની' બિકીની પહેરી હતી.
મળતી માહિતી પ્રમાણે રિલીઝ પહેલા જ 'પઠાણ'ના OTT રાઈટ્સ કરોડોમાં વેચાઈ ચૂક્યા છે. જો કે ફિલ્મની ઓટીટી રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવો અંદાજ છે કે આ ફિલ્મ વર્ષ 2023માં ઓટીટી પર રીલીઝ થશે. તેને વૈશ્વિક ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ફિલ્મની OTT રિલીઝ માટે 3 મહિનાની વિન્ડો રાખવામાં આવી છે. પરંતુ જો ફિલ્મ જોરદાર હિટ સાબિત થાય છે, તો તેની સ્ટ્રીમ ડેટ હજુ પણ લંબાવી શકાય છે.
'પઠાણ' ના ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકારો OTT પ્લેટફોર્મ Amazon Prime Video ને 200 કરોડમાં વેચવામાં આવ્યા છે. જો કે, સેટેલાઇટ અધિકારોની રકમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મ 250 કરોડના બજેટમાં બની છે.
પઠાણ 25 જાન્યુઆરી, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હિન્દી ઉપરાંત, તે તેલુગુ અને તમિલમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત છે. ફિલ્મના ગીતને લઈને વિવાદ એટલો વધી ગયો છે કે સોશિયલ મીડિયા પર તેનો બહિષ્કાર શરૂ થઈ ગયો છે. લોકો ફિલ્મમાંથી કેસરી બિકીની સીન હટાવવાની માંગ કરી રહ્યા છે.