મલયાલમ ફિલ્મોની પોપ્યુલર અભિનેત્રીનું 24 વર્ષની વયે હાર્ટઍટેકના કારણે નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર....

મલયાલમ ફિલ્મોની પોપ્યુલર અભિનેત્રી લક્ષ્મીકા સજીવનનું દુ:ખદ નિધન થયું છે. લક્ષ્મીકા માત્ર 24 જ વર્ષની હતી

New Update
મલયાલમ ફિલ્મોની પોપ્યુલર અભિનેત્રીનું 24 વર્ષની વયે હાર્ટઍટેકના કારણે નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર....

મલયાલમ ફિલ્મોની પોપ્યુલર અભિનેત્રી લક્ષ્મીકા સજીવનનું દુ:ખદ નિધન થયું છે. લક્ષ્મીકા માત્ર 24 જ વર્ષની હતી અને હાર્ટઍટેક કારણે અંતિમ શ્વાસ લીધા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર લક્ષ્મીકા UAE ની એક બેન્કમાં નોકરી પણ કરી રહી હતી, જ્યાં હાર્ટઍટેકના કારણે તેનું નિધન થયું છે. લક્ષ્મીકાના સમાચાર સાંભળીને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. મલયાલમ સિનેમામાં શોર્ટ ફિલ્મ કક્કાના કારણે લક્ષ્મીકા ખૂબ જાણીતી થઈ હતી. આ ફિલ્મમાં તેણે પંચમીનો રોલ કર્યો હતો જે દર્શકોને ખૂબ પસંદ આવ્યો. દર્શકોની સાથે સાથે ક્રિટિક્સે પણ ખૂબ વખાણ કર્યા હતા. આ ફિલ્મનું ડાયરેક્શન અજૂ અજિશે કર્યું હતું. OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મને 60 લાખથી વધુ લોકોએ જોઈ હતી. આ સિવાય, 'Puzhayamma' ,'Panchavarnathathaa', 'Saudi Vellakka' ,'Uyare','Oru Kuttanadan Blog', 'Oru Yamandan Premakatha' અને 'Nityaharitha Nayagan' ફિલ્મોમાં પણ લક્ષ્મીકાએ કામ કર્યું હતું. છેલ્લે કૂન ફિલ્મ કરી હતી જે 2021માં રીલીઝ થઈ હતી.