ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી તુનિષા શર્માના નિધનથી બધાને મોટો આઘાત લાગ્યો છે. તેના આકસ્મિક મૃત્યુના રહસ્યમાં તેના કો-સ્ટાર શીજાન ખાનનું નામ સામે આવ્યું છે. તુનિષા શર્માની માતાએ શીજાન ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી, ત્યારબાદ મુંબઈની વાલીવ પોલીસે તુનીષા શર્માની આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ શીજાન ખાનની ધરપકડ કરી હતી. જોકે, દિવંગત અભિનેત્રીનું પોસ્ટમોર્ટમ મુંબઈની જેજે હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
પોસ્ટમોર્ટમ બાદ તુનીષાના મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. 25મી ડિસેમ્બરને રવિવારે સાંજે 4 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બીજી તરફ, આ કેસમાં આરોપી અભિનેતાની IPCની કલમ 306 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હવે તેણે કોર્ટમાં હાજર થવું પડશે.
મૃતક તુનીષા શર્મા કેસમાં પોલીસે કહ્યું કે, 'અલીબાબા નામના શોમાં કામ કરતી અભિનેત્રી તુનીષા શર્માએ શોના મેક-અપ રૂમના સ્ટુડિયોમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ માતાના આરોપના આધારે FIR નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની માતાએ અભિનેતા શીજાન ખાન પર આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે તેને શીજાન સાથે ગેરકાયદેસર સંબંધ હતો. જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર બની હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. માતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. અમે તેની અટકાયત કરી છે. પોલીસ આ મામલાની હત્યા અને આત્મહત્યા બંને એંગલથી તપાસ કરશે. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
શીજાન ખાનનું પૂરું નામ શીજાન મોહમ્મદ ખાન છે. તુનિષા શર્મા પહેલા તેનું નામ 'કુંડલી ભાગ્ય' અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે જોડાયું હતું. 'જોધા અકબર'ના શૂટિંગ દરમિયાન ઘાયલ થવાથી શીજાન ચર્ચામાં આવ્યો હતો. જેમાં તેના પગ અને અંગુઠામાં ફ્રેક્ચર થયું હતું.