Connect Gujarat
મનોરંજન 

પ્રભાસની 'સલાર'એ મચાવી ધૂમ, બીજા દિવસે કરી આટલી કમાણી..!

પ્રભાસની ફિલ્મ 'સલાર'ને લઈને ફેન્સ ક્રેઝી છે. 'સલાર'એ રિલીઝના પહેલા દિવસે જ મોટી કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

પ્રભાસની સલારએ મચાવી ધૂમ, બીજા દિવસે કરી આટલી કમાણી..!
X

પ્રભાસની ફિલ્મ 'સલાર'ને લઈને ફેન્સ ક્રેઝી છે. 'સલાર'એ રિલીઝના પહેલા દિવસે જ મોટી કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મમાં શાનદાર એક્શન સીન્સ અને સ્ટાર કાસ્ટની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. શરૂઆતના દિવસે અદ્ભુત કલેક્શન કર્યા બાદ, 'સલાર પાર્ટ-1 સીઝફાયર' એ બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ચાલો જાણીએ કે 'સલારે' બીજા દિવસે કેટલો બિઝનેસ કર્યો.

બધાને આશા હતી કે 'સલાર' રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કલેક્શન કરશે. પ્રભાસ અભિનીત 'સલાર' આ જ આધાર પર આગળ વધી રહી હોય તેવું લાગે છે. રિલીઝના બીજા દિવસે 'સાલાર'ની કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તમને આ જાણીને ચોક્કસથી આશ્ચર્ય થશે. Sacknilkના અર્લી ટ્રેડ મુજબ, શનિવારે, KGF ડિરેક્ટર પ્રશાંત નીલની 'સલાર' એ તમામ ભાષાઓમાં 57.61 કરોડ રૂપિયાનું પ્રભાવશાળી બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. જોકે, આ કમાણીના આંકડા અંદાજિત છે. વાસ્તવિક આંકડા હજુ આવવાના બાકી છે. પરંતુ જે રીતે પ્રભાસની 'સલાર' એ શરૂઆતના બે દિવસમાં જબરદસ્ત બિઝનેસ કર્યો છે, તેનાથી સ્પષ્ટ લાગે છે કે આ ફિલ્મ ઓપનિંગ વીકએન્ડ પર સરળતાથી 200 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લેશે.

Next Story