/connect-gujarat/media/post_banners/2a4a659b6f9ccbf88cc35acd06f70d1040bf6fd358c15ce6e220b2b2b7b5d28e.webp)
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાનાં લગ્નના સમાચાર વચ્ચે બોલિવૂડ ફિલ્મ સ્ટારમાંથી ગ્લોબલ સ્ટાર બની ગયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા લાંબા સમય બાદ સ્વદેશ પરત ફરી છે
/connect-gujarat/media/post_attachments/08b4ffd9da68d75c5d35c927478d890d192c13a92a93ff9999927ce2904e1f1e.webp)
પ્રિયંકા ચોપરાએ ભારત પહોંચતાંની સાથે જ પોતાની તસવીરોથી ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. તેનું કારણ એ છે કે આ વખતે પ્રિયંકા પોતાની પુત્રી માલતી મેરી ચોપરા જોનસ સાથે આવી છે. દીકરી માલતીની આ પહેલી ભારતયાત્રા છે. ક્યુટ માલતીની તસવીરો રિલીઝ થતાંવેંત વાઇરલ થઈ ગઈ છે. અત્યારે એવું કહેવાઈ રહ્યું છે કે પ્રિયંકા ચોપરા તેની વેબ સિરીઝ 'સિટાડેલ'ના પ્રમોશન માટે મુંબઈ પહોંચી છે અને આ સાથે તે એશિયા-પેસિફિક માટે પ્રમોશનલ પ્રેસ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે.