પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉદયપુરના લીલા પેલેસમાં લગ્નને લઇને અનેક તૈયારીઓ થઇ ચુકી છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી શુક્રવારના રોજ ઉદયપુર એરપોર્ટ પર પહોંચી ગયા છે. આ લગ્નને લઇને અનેક પ્રકારના લિસ્ટની તૈયારીઓ થઇ ગઇ છે. જો કે ઘણી બધી બાબતોને લઇને બહુ સિક્રેટ રાખવામાં આવ્યુ છે. પરિણીતી-રાઘવના લગ્નમાં 100 પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ સાથે ઇવેન્ટને લઇને કોઇ ફોટો તેમજ વિડીયો બહાર આવશે નહીં. હોટલમાં એન્ટ્રી કરનાર મહેંમાનોને મોબાઇલ કેમેરા પર બ્લૂ કલરની ટેપ લગાવવામાં આવશે જેથી કરીને લગ્ન સમારોહમાં કોઇ પણ વિડીયો તેમજ ફોટો ખેંચી શકે નહીં. આ બ્લૂ ટેપની ખાસિયત એ છે કે મોબાઇલ કેમેરા પર એક વાર બ્લૂ ટેપ લગાવ્યા પછી એને કોઇ દૂર કરે છે તો એક એરોનું સિંબલ થશે. આનાથી સિક્યુરિટી ચેક કરનારને એ વાતની જાણ થશે કે કેમેરા યુઝ કરવા માટે ખાસ કરીને ટેપને દૂર કરવામાં આવી છે. આટલું જ નહીં..આ ટેપ હોટલના સ્ટાફથી લઇને ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, શેફ એમ દરેક લોકોને આ નિયમ લાગુ પડશે. મળતી માહિતી અનુસાર લગ્નની પ્રાઇવસીને લઇને એગ્રીમેન્ટ પણ થયો છે. એવામાં હોટલની આખી સિક્યોરિટી સિસ્ટમને બદલી લેવામાં આવી છે. સ્ટાફ સિવાય કોઇ પણ વ્યક્તિ આવશે તો એનું પૂરું સ્ક્રીનિંગ કરવામાં આવશે. હોટલ સ્ટાફ અને કર્મચારીને કાર્ડ વગર એન્ટ્રી મળશે નહીં. આ દરેક કાર્ડ પર યુનિક નંબર જારી કરવામાં આવ્યો છે. આ સ્કેન થયા પછી હોટલમાં એન્ટ્રી આપવામાં આવશે.
રાઘવ–પરિણીતાના લગ્નમાં કાર્ડ વગર નહીં મળે એન્ટ્રી, લગ્નમાં તૈનાત કરાઇ હાઇ સિક્યુરિટી વ્યવસ્થા....
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉદયપુરના લીલા પેલેસમાં લગ્નને લઇને અનેક તૈયારીઓ થઇ ચુકી છે.
New Update
Latest Stories